Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Health Tips: જાણો… જ્યારે આપણે ખાંડ ખાવાનું બંધ કરીએ છીએ, ત્યારે શરીરમાં શું થાય છે?

08:14 PM Jul 23, 2024 | Aviraj Bagda

Health Tips: માનવ શરીર માટે Sugar અતિ આવશ્યક છે. Sugar માં કાર્બોહાઇડ્રેટ્સ રહેલા હોય છે. જે શરીરને શક્તિમાં વધારો કરો છે. તેના કારણે કામ કરવાની શક્તિમાં વધારો થાય છે. જોકે હાલ, બજારમાં વિવિધ પ્રકારની Sugar મળવા લાગી છે. જોકે કુદરતી રીતે Sugar એ ફળ અને દુધમાંથી બનતી વસ્તુઓમાં મળી રહે છે. તેમ છતાં બજારમાં કુત્રિમ રીતે બનાવવામાં આવેલી વસ્તુઓ દ્વારા શરીર માટે કાર્બોહાઇડ્રેટ્સની જરૂર પૂરી પાડતી Sugar મળે છે. ત્યારે આજરોજ આપણે જાણીશું કે, Sugar નહીં ખાવાથી કેવા પ્રકારની મુશ્કેલીઓ શરીર મૂકાઈ શકે છે.

વજનમાં ઘટાડો અને શારીરિક શક્તિ

જ્યારે માનવ શરીરને કુત્રિમ કે કુદરતી રીતે મળતી Sugar નું સેવન કરવાનું ઘટી જાય છે. ત્યારે સૌ પ્રથમ વજનમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે… Sugar શરીરની અંદર કેલરીનું પ્રમાણ વધારે છે. જેના કારણે માનવને નિયમિતપણે ભૂખ લાગતી રહે છે. તો Sugar ને કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. જેના કારણે કામ કરવામાં શક્તિ મળી રહે છે. અને જ્યારે આપણે Sugar નું સેવન કરવાનું જરૂરિયાત કરતા અટકાવીએ છીએ, ત્યારે માનવ શરીરમાં થાકમાં વધારો થવા લાગે છે.

ચામડીના રોગ અને મુડમાં સ્થિરતા

જોકે વધારે પડતી Sugar ખાવાથી શરીર પર ખીલ અને ચામડીઓની બીમારીમાં વધારો થાય છે. તે ઉપરાંત તમે જ્યારે Sugar નું જરૂરિયાત પ્રમાણે કરો છો, ત્યારે ખાસ કરીને હ્રદય સાથે સંલગ્ન અને ચરબીની બીમારીઓથી રાહત મળે છે. કારણ કે… વધુ પડતી Sugar ખાવાથી ચરબીમાં વધારો થાય છે. તેના કારણે હ્રદય હુમલો આવી શકે છે. તો વધુ પડતી Sugar ખાવાથી મગજ ઉપર પણ તેની અસર જોવા મળે છે. વધુ પડતી Sugar નું સેવન ના કરવાથી મુડમાં સ્થિરતા આવી શકે છે.

હ્રદયના સ્વાસ્થ્યમાં વધારો કરે છે

તો માનવ સર્જિત Sugar નું સેવન ખટાડવાથી માનસિક બીમારીઓથી રાહત મળે છે. તો શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ જાણવી રાખે છે. જો બજારમાં મળતી Sugar નું સેવન કરવાને કારણે ડાયાબિટિસ, હ્રદય રોગ અને વિવિધ કેન્સરનું પ્રમાણ વધી શકે છે. તો જ્યારે આપણે આ પ્રકારની Sugar નું સેવન કરવાનું ટાળીએ છીએ, તો આ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.

આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે

Sugar નો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાથી શરીરમાં આંતરડાના બેક્ટેરિયા અને ગેસ જેવી સમસ્યાઓથી નિરાકરણ મળી શકે છે. વધારે પડતી Sugar નું સેવન નહીં કરવાથી, સ્વસ્થ આંતરડા, પાચન અને પોષક તત્ત્વોના શોષણમાં સુધારો થાય છે.

દાંતની સમસ્યાઓની નિદાન મળે છે

તે ઉપરાંત Sugar નું વધારે પડતું અટાવવાથી દાંતના મોટાભાગના રોગનું નિદાન મળે છે. ઉદાહરણ તરીકે દાંતમાં cavities થી રાહત મળે છે. અને ખાસ કરીને દાંતમાં વધારો થાય છે.