+

દક્ષીણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર, વાંચો અહેવાલ

દક્ષીણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર, ગત વર્ષની સરખામણી એ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો. ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની હતી.…

દક્ષીણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર, ગત વર્ષની સરખામણી એ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો. ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની હતી. આશા,કામરેજ શુગરે ખેડૂતોની આશા કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં અનેરી ખુશી.

ખેડૂતોની આશા કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં અનેરી ખુશી

દક્ષીણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજરોજ વર્ષ  ૨૦૨૩ / ૨૦૨૪ માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે, ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે. પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે. બીજી તરફ માથે ચુંટણી પણ છે જેથી ખેડૂતોને ૩૫૦૦ થી ૩૮૦૦ રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલો એ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો વધારો આપ્યો છે.

દક્ષીણ ગુજરાતમાં આજે સૌથી પહેલા કામરેજ સુગર મિલ એ ભાવ જાહેર કર્યા હતા. કામરેજ સુગર મિલ ધ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. કામરેજ  સુગર મિલ ધ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના ૩૩૫૧ ,ફેબ્રુઆરી ૩૪૫૧ અને માર્ચના ૩૫૫૧ જાહેર કર્યા હતા.

જયારે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ ધ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરી ના ૩૪૨૩ ,ફેબ્રુઆરીના ૩૫૨૩ જયારે માર્ચના ૩૬૨૩ રૂપિયા  જાહેર કર્યા હતા. જે સરેરાશ ગત વર્ષની સરખામણી માં ૭૦ રૂપિયા પ્રતિ ટન વધારે જાહેર કર્યા છે. સાયન સુગર મિલ ધ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના ૩૩૫૬ , ફેબ્રુઆરી ૩૪૫૬ અને માર્ચના ૩૫૦૬ રૂપિયા જાહેર કર્યા છે. જે ગત વર્ષની સરખામણી એ ૧૫૦ રૂપિયા પ્રતિ ટન વધુ આપ્યા છે. ત્યારબાદ ચલથાણ સુગર મિલ ધ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરી ૩૨૦૬ , ફેબ્રુઆરી ૩૨૦૬ અને માર્ચના ૩૨૫૬ જે ગત વર્ષની સરખામણીમાં માત્ર ૨૦ રૂપિયા પ્રતિ ટન વધુ જાહેર કર્યા છે. મઢી સુગર મિલ ધ્વરા ઓક્ટોબરથી જાન્યુઆરીના ૩૨૨૫ ,ફેબ્રુઆરીના ૩૨૭૫ અને માર્ચના ૩૩૨૫ ભાવ જાહેર કર્યા છે જે ગત વર્ષની સરખામણી એ ૨૦૦ રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યા છે.

અહેવાલ – ઉદય જાદવ 

આ પણ વાંચો : GODHRA : પીપળીયા ગામે યુવક ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતા ફફડાટ

Whatsapp share
facebook twitter