+

રસ્તાની વચ્ચે અચાનક પડ્યો ભૂવો! આખી SUV ખાડામાં ગરકાવ, વૃદ્ધ દંપતી હતું કારમાં સવાર…

દક્ષીણ કોરિયામાં મોટો અકસ્માત અચાનક રોડ પર પડ્યો મસમોટો ભૂવો ભૂવો પડતા આખી SUV ખાડામાં ગરકાવ દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં ગુરુવારે કંઈક એવું બન્યું જેણે બધાને ચોંકાવી દીધા. અહીંના સીઓડેમન…
  1. દક્ષીણ કોરિયામાં મોટો અકસ્માત
  2. અચાનક રોડ પર પડ્યો મસમોટો ભૂવો
  3. ભૂવો પડતા આખી SUV ખાડામાં ગરકાવ

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં ગુરુવારે કંઈક એવું બન્યું જેણે બધાને ચોંકાવી દીધા. અહીંના સીઓડેમન જિલ્લામાં એક વ્યસ્ત રોડ પર અચાનક ખાડો પડ્યો. આ ખાડામાં એક SUV પડી જેમાં બે વૃદ્ધ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક મહિલા અને એક પુરૂષ હતો. અહેવાલો અનુસાર, બંનેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કાર અચાનક ખાડામાં એક તરફ પલટી ગઈ હતી. અચાનક રોડ પર ખાડો પડવાની આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.

આ ઘટનાની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે જોઈ શકાય છે કે કેવી રીતે એક આખી SUV રસ્તાની વચ્ચે ખાડામાં પડી ગઈ. સવારે 11.20 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે શહેરમાં થોડો સમય તંગદિલી સર્જાઈ હતી. અધિકારીઓએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે અને જે વિસ્તારમાં આ ખાડો પડ્યો છે ત્યાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયામાં આવા ભૂવા પડવાનું કોઈ નવી વાત નથી. 2019 અને જૂન 2023 ની વચ્ચે, અચાનક ધરતી ફાટવાના અને ખાડો પડવાના ઓછામાં ઓછા 879 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : શું PM મોદી Pakistan જશે? આ મોટી બેઠક માટે પડોશી દેશે મોકલ્યું આમંત્રણ…

મલેશિયામાં ભારતીય પ્રવાસીની કાર અચાનક ભૂવામાં પડી…

તાજેતરમાં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં પણ આવી જ એક ઘટના બની હતી. એક ભારતીય પ્રવાસી ત્યાં ભૂવામાં પડી ગયો હતો. અહેવાલો અનુસાર, ચિત્તૂરની રહેવાસી 48 વર્ષીય વિજયાલક્ષ્મી જ્યારે આ ઘટના બની ત્યારે ફૂટપાથ પર ચાલી રહી હતી. આ દરમિયાન તેના પતિ અને પુત્રનો બચાવ થયો હતો પરંતુ તે ભૂગર્ભ ગટરમાં પડી ગયો હતો. તેમને બચાવવા માટે અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી જે હજુ પણ ચાલુ છે. હજુ સુધી વિજયાલક્ષ્મી વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ મામલામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ આંધ્રપ્રદેશ બિન-નિવાસી તેલુગુ સોસાયટીને સર્ચ ઓપરેશનમાં મદદ માટે અપીલ કરી છે.

આ પણ વાંચો : PM મોદીનો અમેરિકામાં જોરદાર ક્રેઝ, New York માં ઈવેન્ટની ક્ષમતા કરતાં બમણી ટિકિટ વેચાઈ

Whatsapp share
facebook twitter