Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે શા માટે આપવી પડી કાર્યકર્તાઓને આ સલાહ..

01:33 PM Mar 28, 2024 | Harsh Bhatt

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલએ ( CR PATIL ) આજે રાજકોટમાં ચુંટણીલક્ષી કાર્યક્રમમાં હાજરી આપી હતી. લોકસભાની ચૂંટણીને નજીક આવતા હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીના કામે લાગી ચૂક્યા છે, તેના ભાગરૂપે રાજકોટના VVP એન્જિનિરિંગ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ( CR PATIL ) સોશિયલ મીડિયા પર સૌરાષ્ટ્રનું પ્રતિનધિત્વ કરતા યુવાનોનું સંબોધન કર્યું હતું.

સી.આર. પાટીલની કાર્યકર્તાઓને સલાહ

આ કાર્યક્રમમાં મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલએ ( CR PATIL ) ભાજપના કાર્યકર્તાઓને સલાહ આપી હતી. તેમણે દરેક કાર્યકર્તાને સલાહ આપતા કહ્યું હતું કે, હું 3.5 વર્ષથી કહેતો આવું છું વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યના ટ્વીટને રી ટ્વીટ કરોચૂંટણી આવીને ઊભી છે, તેમની ટ્વીટને લાઇક કરી, તેમાં કમેંટ કરો અને આ રીતે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરો.

‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે’ – સી. આર. પાટીલ

વધુમાં તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓએ ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે, વધુમાં સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. કાર્યકર પાસે સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ છે, વધુમાં સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ.

કાર્યક્રમમાંરાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોતમ રૂપાલા રહ્યા હાજર

સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાંરાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોતમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, વર્તમાન સાંસદ મોહન કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : VADODARA : 15 ડગલાં જેટલા અંતરમાં ત્રણ ભુવા પડ્યા, તંત્રની નબળી કામગીરીનો રિપોર્ટ કાર્ડ જાહેર