+

HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

HSC Result : ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024)વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકે છે.…

HSC Result : ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024)વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

 

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે.

 

બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ

ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. તથા બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

 

સામાન્ય પ્રવાહનું પરિણામ

 

વોટ્સએપ નંબર પરથી પણ મેળવી શકાશે પરિણામ

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

વિજ્ઞાન પ્રવાહ

ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024 બોર્ડની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.

આ પણ  વાંચો – Gujarat WEATHER: અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત! આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત

આ પણ  વાંચો BRTS Driver: BRTS No. 12 ના ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂક્યા, દરવાજા ખુલ્લા કરીને….

આ પણ  વાંચો – Surendranagar Murder: સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની શંકાસ્પદ સળગેલી લાશ નદી કાંઠે મળી

 

Whatsapp share
facebook twitter