Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

38 દોષિતોને થયેલી ફાંસીની સજાના અપાવવા રાજ્ય સરકાર મક્કમ

11:18 AM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ મામલામાં 38 દોષીતોને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે રાજય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા નિર્દોષ છુટેલાને સજા કરવા અને આજીવન કેદની સજા પામેલાને ફાંસીની સજા માટે રજૂઆત કરાઇ છે. હાઇકોર્ટે આ મામલે આરોપીઓને નોટિસ ઇસ્યુ કરી હતી. 
સરકારની અરજીના પગલે આરોપીઓને નોટિસ 
2008 બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજાના કનફર્મેશન માટે સરકારની અરજીના પગલે હાઇકોર્ટે આરોપીઓને નોટિસ ઈશ્યુ કરી છે. આરોપીઓ તરફથી સજા સામેની જો કોઈ અપીલ કરવામાં આવે તો એમને પણ આ કેસ સાથે જ સાંભળવામાં આવશે એવો કોર્ટે હુકમ  કર્યો હતો. આ કેસમાં ક્રિમિનલ કનફર્મેશન કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી ફાંસીની સજાનું એક્ઝિક્યુશન નહીં થાય અને   આરોપીઓને મફત કાનૂની સહાય જોઈતી હોય તો એ પણ પુરી પાડવામાં આવે તેવો કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસની  સુનાવણી 9 જૂનના રોજ થશે 
14 વર્ષની સુનાવણી બાદ ચુકાદો જાહેર થયો હતો 
ઉલ્લેખનિય છે કે ગત 18 ફેબ્રુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 દોષીતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ યુકાદાને સરકારે હાઇકોર્ટમાં કન્ફર્મેશન માટે અરજી કરી હતી. બોમ્બ બ્લાસ્ટ દરમિયાન 56 લોકોના મોત થયા હતા. બનાવમાં 72 લોકો સામે આરોપ ઘડાયા હતા અને 14 વર્ષની સુનાવણી બાદ આ કેસમાં ચુકાદો જાહેર કરાયો હતો. સ્પેશયલ કોર્ટે 49 આરોપીને દોષિત ઠેરવ્યા હતા. 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સરકારે કરેલી અપીલમાં ફાંસીની સજા પામેલા દોષિતોને સજા કાયમ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.