+

ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકાના ઓપનર બેટ્સમેન પર દુષ્કર્મનો આરોપ, કરાઈ ધરપકડ

શ્રીલંકાના ઓપનર દાનુષ્કા ગુનાથિલાકા (Danushka Gunathilaka)ની શનિવારે સિડનીમાં દુષ્કર્મ (Rape)ના આરોપમાં ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. દાનુષ્કા હાલમાં પોલીસ કસ્ટડી (Police Custody)માં છે અને ટીમ તેના વગર ઓસ્ટ્રેલિયાથી કોલંબો માટે રવાના થઈ ગઈ છે. જેના કારણે શ્રીલંકાની ટીમને આ ખેલાડી વિના સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.દાનુષ્કાની દુષ્કર્મના આરોપમાં ધરપકડઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં એક ચોંકાવનàª
શ્રીલંકાના ઓપનર દાનુષ્કા ગુનાથિલાકા (Danushka Gunathilaka)ની શનિવારે સિડનીમાં દુષ્કર્મ (Rape)ના આરોપમાં ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. દાનુષ્કા હાલમાં પોલીસ કસ્ટડી (Police Custody)માં છે અને ટીમ તેના વગર ઓસ્ટ્રેલિયાથી કોલંબો માટે રવાના થઈ ગઈ છે. જેના કારણે શ્રીલંકાની ટીમને આ ખેલાડી વિના સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.
દાનુષ્કાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ક્રિકેટરની સિડનીમાં દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. આ મામલો શ્રીલંકાની ટીમ સાથે સંબંધિત છે જ્યાં ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકા (Danushka Gunathilaka)ની ગઈકાલે સિડનીમાં દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકાની ટીમ તેમના વિના આજે સવારે કોલંબો જવા રવાના થઈ ગઈ છે. ગુનાથિલાકા ત્રણ અઠવાડિયા પહેલા ઘાયલ થયા હતા અને તેમની જગ્યાએ આશેન બંડારાને લેવામાં આવ્યો હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ઘરે મોકલ્યા વિના ટીમમાં રાખ્યો હતો.

જાતીય સતામણીનો આરોપ
ધ ઓસ્ટ્રેલિયનના એક અહેવાલ મુજબ, શ્રીલંકાના સ્ટાર ખેલાડી પર ચાર વખત જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપમાં સંમતિ વિના સંભોગ કરવાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 વર્ષની એક મહિલા કે જેને દાનુષ્કા ગુનાથિલાકા ડેટિંગ એપ દ્વારા મળી હતી તેણે તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના આ સપ્તાહની શરૂઆતમાં સિડનીમાં એક નિવાસસ્થાને બની હતી. શ્રીલંકન ક્રિકેટરની ગઈકાલે રાત્રે ટીમ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મહિલાના ઘરે દુષ્કર્મ!
સિડની પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય મહિલા પર આ અઠવાડિયાની શરૂઆતમાં રોઝ બે સ્થિત તેના ઘરે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહિલા એક ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન દ્વારા ઘણા દિવસોની વાતચીત પછી તે પુરુષને મળી હતી; એવો આરોપ છે કે તેણે બુધવાર 2 નવેમ્બર 2022 ના રોજ સાંજે તેના પર જાતીય હુમલો કર્યો હતો.” ચાલુ તપાસના ભાગ રૂપે, નિષ્ણાત પોલીસે ગઈકાલે રોઝ બેમાં આપેલા સરનામે ક્રાઈમ સીનની તપાસ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, “વધુ પૂછપરછ પછી, સિડનીમાં સસેક્સ સ્ટ્રીટ પરની એક હોટલમાંથી 31 વર્ષીય વ્યક્તિ મળી આવ્યો હતો જેની આજે સવારે 1 વાગ્યા પહેલા (રવિવાર 6 નવેમ્બર 2022) ધરપકડ કરવામાં આવી હતી.  
Whatsapp share
facebook twitter