Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

08:16 AM Mar 28, 2024 | Hardik Shah

SRH vs MI : હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ (Sunrisers Hyderabad and Mumbai Indians) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ જેણે પણ લાઈવ (Live) જોઇ તેણે ફૂલ ઈન્જોય કર્યો જ હશે. મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે હૈદરાબાદની ટીમ (Hyderabad’s Team) ના બેટ્સમેનો કોઇ ચીજનો બદલો લેવા મેદાને ઉતર્યા છે. એક પછી એક બેટ્સમેનો (Batsman) એ સિક્સર ફટકારી બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવાનું શરૂ કર્યું. બોલરોની ઘુલાઈ કરવાની શરૂઆત હૈદરાબાદના ટ્રેવિસ હેડે (Travis Head) એ કરી જ્યારે અંતમાં હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) મેદાનમાં પોતાનો ક્લાસ બતાવ્યો હતો. મુંબઈની ટીમના બોલરો એવા ધોવાયા કે ટીમની કમાન રોહિત શર્મા (Rohit Sharma) એ સંભાળવી પડી હતી.

ચાલુ મેચમાં મુંબઈનો બદલાયો કેપ્ટન !

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ (Sunrisers Hyderabad and Mumbai Indians) ની મેચમાં બંને ટીમો તેમની પ્રથમ જીતની શોધ કરી રહી હતી અને અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે આ શોધ પૂર્ણ થઈ કારણ કે તેણે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને 31 રનથી હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન (Mumbai Indians’s Captain) હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જ્યારે MIની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. IPL 2024 સીઝનમાં સતત બીજી મેચમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. આ મેચ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) કંઈ સમજી શક્યો નહી ત્યારે તેણે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની મદદ લીધી હતી, ત્યારબાદ હિટમેને જવાબદારી લીધી અને ફિલ્ડિંગ સેટ (set the fielding) કરી.

રોહિતે હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો

આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી, ત્યારબાદ તેણે આક્રમક રીતે રન બનાવ્યા અને માત્ર 11 ઓવરમાં સ્કોર 160 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન હાર્દિક ખૂબ જ પરેશાન જોવા મળ્યો હતો, ત્યારબાદ તે રોહિત શર્માની સલાહ લેવા ગયો, જેણે તેને પહેલા બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો અને ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની ઇનિંગ દરમિયાન રોહિત સતત ફિલ્ડિંગ પોઝીશન સેટ કરતો જોવા મળ્યો હતો. આ મેચનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલી રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન હાર્દિકે રોહિતને ફિલ્ડિંગ બાઉન્ડ્રી પર મોકલ્યો હતો, ત્યારબાદ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યો હતો.

આ પણ વાંચો – SRH Vs MI : હૈદરાબાદની શાનદાર જીત, મુંબઇને 31 રને હરાવ્યું

આ પણ વાંચો – SRH vs Mi : IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર,આ ટીમનો તોડ્યો રેકોર્ડ

આ પણ વાંચો – CSK vs GT : શુભમન ગિલે એવું શું કર્યું કે લાગ્યો રૂપિયા 12 લાખનો દંડ ?