+

કોવિશિલ્ડની સ્પષ્ટતા, પેકેટ પર સાઇડ ઇફેક્ટ છપાયેલા હતા, કોઇને વાંચવાની તક જ ન અપાઇ

કોવિશીલ્ડ (Covishield vaccine) બનાવનારી કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટે (serum institute of india) સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રસીના પેકેટ પર સાઇડ ઇફેક્ટ (Side Effects) લખવામાં આવી હતી. આ વેક્સીન (Corona Vaccine)…

કોવિશીલ્ડ (Covishield vaccine) બનાવનારી કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટે (serum institute of india) સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રસીના પેકેટ પર સાઇડ ઇફેક્ટ (Side Effects) લખવામાં આવી હતી. આ વેક્સીન (Corona Vaccine) બનાવવાની કામગીરી અમે 2021 થી જ બંધ કરી દીધી હતી.

કોવિશીલ્ડની ગંભીર સાઇડ ઇફેક્ટની વાત સ્વિકારી

સોમવારે 29 એપ્રીલે સમાચાર આવ્યા કે, કોવિશીલ્ડની ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. બ્રિટિશ સ્વીડીશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં સ્વિકારી કે તેના ગંભીર સાઇડ ઇફેક્ટ છે. આ સમાચારથી વ્યાપક ચિંતા પ્રસરી ગઇ છે. ત્યારથી એક પછી એક ઘટનાઓ ઘટી રહી છે. ગત્ત રોજ 8 મેના રોજ એસ્ટ્રાજેનેકાએ નિર્ણય કર્યો કે, તે સમગ્ર વિશ્વમાં પોતાની કોવિડ – 19 વેક્સીન ખરીદવા અને વેચવાનું બંધ કરી રહ્યા છે. ભારતમાં આ વેક્સીનને સીરમ ઇંસ્ટીટ્યૂટે એસ્ટ્રાજેનેકાની સાથે મળીને બનાવ્યું હતું. હવે તેની તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમનુંક હેવું છે કે, 2021 ના ડિસેમ્બરમાં જ વેક્સીનનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેવું પણ કહ્યું કે, વેક્સીનની તમામ સાઇડ ઇફેક્ટ પેેટ્સ પર લખેલી જ હતી.

2021 માં જ રસીનું ઉત્પાદન બંધ થયાનો દાવો

સીરમના પ્રવક્તાએ કહ્યું કે, વર્ષ 2021 અને 2022 માં ભારતમાં રસીકરણનો દર ઉચ્ચતમ હતો. સાથે જ નવા વેરિયન્ટના આવ્યા બાદ ગત્ત રસીની માંગ ખુબ જ ઘટી ગઇ હતી. પરિણામે ડિસેમ્બર 2021 માં જ અમે કોવિશીલ્ડ બનાવવાનું અને વેચવાનું બંધ કરી દીધું હતું.

ભારતમાં 79 ટકા લોકોનો કોવિશીલ્ડની રસી અપાઇ

દેશના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમ હેઠળ ભારતમાં મોટા પ્રમાણમાં બે વેક્સિન ઉપયોગમાં લેવાઇ હતી. કોવૈક્સિન અને કોવિશીલ્ડ. તેમાં સીરમે કોવિશીલ્ડ બનાવી હતી. કોવૈક્સિન ભારત બાયોટેકે બનાવી હતી. તુલના કરીએ તો કોવિશીલ્ડનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો. જાન્યુઆરી 2021 સુધી આશરે 170 કરો઼ડ ડોઝ કૂલ 220 કરોડ ડોઝના 79% માત્ર કોવિશીલ્ડ રસી જ અપાઇ હતી.

સિરમે કહ્યું અમે શરૂઆતથી જ સાઇડ ઇફેક્ટ અંગે લખ્યું છે

સાઇડ ઇફેક્ટ્સ અંગે સીરમે કહ્યું કે, અમે શરૂઆતથી જ પેકેજિંગમાં થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ (TTS) થી માંડીને થ્રોમ્બોસિસ સહિત તમામ દુર્લભ દુષ્પ્રભાવો અંગે ખુલાસો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, TTS ના કારણે પ્લેટલેટ કાઉન્ટ અચાનક જ ઘટી જાય છે અને લોહી જામ થઇ જાય છે. ઇન્ડિયન એક્સપ્રેસની એનોના દત્તના રિપોર્ટ અનુસાર કોવિશીલ્ડના પેકેટ પર 2021 ના બીજા છમાસિકમાં આ ચેતવણી જોડી દેવાઇ હતી. લખવામાં આવ્યું હતું કે, જે લોકો ક્લોટિંગ અને ઓટોઇમ્યૂન વિકારો ધરાવતા હોય તેમને વેક્સીનનો ઉપયોગ ટાળવો જોઇએ. તેમના પરિવારે પણઆ વેક્સિનથી દૂર રહેવું જોઇએ.

TTS જેવા અનેક દુષ્પ્રભાવોની વાત સ્વિકારી

જો કે તેમાં એક પક્ષ એવો પણ છે કે, TTS અને અન્ય દુર્લભ દુષ્પ્રભાવોથી જે લોકોના મોત થયા છે, તેમની દલિલ છે કે, રસીકરણ અભિયાન દરમિયાન જેને પણરસી આપવામાં આવી તેમને પેકેજ દેખાડવામાં જ નથી આવ્યું. તેઓ તો સેન્ટર પર જતા હતા અને રસીકરણ કરનારા લોકો સીધા જ તેમને રસી આપી દેતા હતા. તેનો શું પ્રભાવ હોઇ શકે છે, તે અંગે તેમને કોઇ માહિતી આપવામાં જ આવતી નહોતી.

સીરમ અને એસ્ટ્રાજેનેકાનું વલણ અલગ અલગ

સીરમે તો સીધું જ નિવેદન આવ્યું છે કે, એસ્ટ્રાજેનેકાનું વલણ કંઇક અલગ જ છે. ભલે તેમણે સ્વિકાર કર્યો કે, ખુબ જ દુર્લભ મામલે તેની વેક્સીનના દુષ્પ્રભાવ હોઇ શકે છે અને તેમણે વેક્સીનના મેન્યુફેક્ચરિંગ સપ્લાય બંધ કરી દીધું છે. જો કે કંપની હવે કહી રહી છે કે, સાઇડ ઇફેક્ટના આ નિર્ણય સાથે તેમનેકોઇ લેવા દેવા નથી. કંપનીનો દાવો છે કે, બજારના ગણિતના કારણેએવું કરવામાં આવી રહ્યું છે. બજારમાં અનેક બીજી એડ્વાન્સ વેક્સિન છે, જે વાયરસના અલગ અલગ વેરિયન્ટ સામે લડી શકે છે.

Whatsapp share
facebook twitter