+

SRH vs CSK : શું આજે ફરી જોવા મળશે ધોનીનું તોફાન ? ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે હૈદરાબાદ

SRH vs CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર…

SRH vs CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Sunrisers Hyderabad and Chennai Super Kings) ની ટીમો વચ્ચે ટક્કર થવાની છે. ચૈન્નઈની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારું જોવા મળી રહ્યું છે. જોકે છેલ્લી મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હૈદરાબાદની ટીમ (Hyderabad’s Team) ત્રણ મેચ રમી છે અને માત્ર એક મેચમાં જ જીત નોંધાવી શકી છે. વળી બંને ટીમને પોતાની અંતિમ મેચ (Last Match) માં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજની મેચ ખાસ બને તો નવાઈ નથી.

બંને ટીમ જીતના ટ્રેક પર પરત ફરવા માંગશે

ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024 ની 18મી મેચ આજે એટલે કે શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં બંને ટીમો જીતના પાટા પર પાછા ફરવા માંગશે. ચેન્નઈ અને હૈદરાબાદ IPL 2024માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોમાંથી એક છે. રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે તેમની શરૂઆતની બંને મેચ જીતી હતી પરંતુ ત્રીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે, અંતિમ ઓવરોમાં ધોનીની તોફાની બેટિંગે ચેન્નઈની હાર બાદ પણ ફેન્સને નિરાશ કર્યા નહોતા. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે IPL ના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન છતાં, સનરાઇઝર્સ હૈદરાબાદ તેની ત્રણમાંથી બે મેચ હારી છે. ત્યારે આજની મેચમાં તેમના જીત હવે જરૂરી બની છે.

મેચ પહેલા પેટ કમિન્સે શું કહ્યું ?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ મેચ પહેલા હૈદરાબાદના નવા કેપ્ટન પેટ કમિન્સે કહ્યું છે કે, તેને નથી લાગતું કે તે મહેન્દ્ર સિંહ ધોનીને હોશિયારીથી હરાવવા માંગે છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા પેટ કમિન્સે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, ‘એક કેપ્ટન તરીકે મારું સૌથી મહત્વનું કામ તમામ ખેલાડીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન અપાવવાનું છે. જો આપણે વિપક્ષી ટીમને જોઈએ તો તે ઘણી સારી ટીમ છે, પરંતુ જો હું એમએસ ધોનીની વાત કરું તો મને નથી લાગતું કે હું તેને સ્માર્ટનેસના મામલે હરાવવા માંગુ છું. તમે ટીમમાં ખેલાડી તરીકે રમો કે કેપ્ટન તરીકે, ચાહકોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જણાવી દઇએ કે, આ વખતે IPL 2024ની હરાજીમાં પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિઝન પહેલા તેને કેપ્ટનશિપ પણ સોંપવામાં આવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે કમિન્સની કેપ્ટન્સીમાં ત્રણમાંથી એક મેચ જીતી છે, જ્યારે આ વખતે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે, પરંતુ મેદાન પર ધોનીની ચતુરાઈ અત્યાર સુધી જોવા મળી રહી છે. ગાયકવાડ સુકાનીપદ માટે ધોનીની નીચે સારી તાલીમ લઈ રહ્યો છે. CSK એ IPL 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી તેણે બેમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ હારી છે.

પોઈન્ટ્સ ટેબલમાં બંને ટીમ કયા સ્થાને ?

જો પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ વિશે વાત કરીએ તો CSK હાલમાં ત્રીજા સ્થાને છે. ટીમે ત્રણમાંથી બે મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે SRH સાતમા નંબરે છે. હૈદરાબાદ તેની ત્રણ મેચમાંથી માત્ર એક જ જીત્યું છે અને તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો CSK આજે જીતશે તો તે ટોપ 2માં પહોંચી જશે, જ્યારે હૈદરાબાદની ટીમ જીતશે તો તેની પાસે ટોપ 4માં પહોંચવાની તક રહેશે.

SRHની સંભવિત ટીમઃ

મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક.

CSKની સંભવિત ટીમઃ

રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, શિવમ દુબે, સમીર રિવજી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના, મથિશા પથિર.

આ પણ વાંચો – GT vs PBKS: ભૂલથી ટીમમાં આવેલ ખેલાડી બન્યો મેચનો ‘બાજીગર’, પંજાબની શાનદાર જીત

આ પણ વાંચો – DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર

Whatsapp share
facebook twitter