જિમ્બાબ્વે બાદ હવે ભારતની સિરીઝ શ્રીલંકા સામે રમાવવાની છે. ભારતની ટીમ શ્રીલંકાના પ્રવાસે જવા માટે તૈયાર છે. ભારત અને શ્રીલંકાના આ શ્રેણીની વાત કરીએ તો 3 T20 અને 3 ODI મેચોની ક્રિકેટ સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. ભારતની આ શ્રેણીથી ગૌતમ ગંભીર તેમના હેડ કોચ તરીકેના કાર્યકાળની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અહી મુખ્ય વાત એ છે કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે સાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં કોણ હશે તે અંગે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, જેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સામે આવતી વિગતોના અનુસાર, હવે ભારત માટેના બોલિંગ, ફિલ્ડિંગ અને અસસીસટેન્ટ કોચના નામ સામે આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
શ્રીલંકા પ્રવાસ પહેલા ખાસ PRESS MEET યોજાશે
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ શ્રેણીની શરૂઆત 27 જુલાઈથી થઈ રહી છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ સોમવારે બપોરે 1 વાગ્યે મુંબઈથી કોલંબો માટે ચાર્ટર પ્લેન દ્વારા રવાના થશે. ભારતની ટીમના આ પ્રવાસ પહેલા ગૌતમ ગંભીરને ઔપચારિક રીતે ટીમના હેડ કોચ તરીકે ઘોષિત કરવામાં આવશે. જેના માટે 22 જુલાઈએ મુંબઈના અંધેરીની એક ફાઈવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહે તેવી શક્યતા છે.
T DILIP જ રહેશે FIELDING COACH
The likely coaching staff of Indian team. [Cricbuzz]
Coach – Gambhir
Assistant coach – Abhishek Nayar
Assistant coach – Ryan Ten Doeschate
Fielding coach – T Dilip
Bowling coach – Morne Morkel (Big favourite) pic.twitter.com/7j3YI7KbSr— Johns. (@CricCrazyJohns) July 20, 2024
સૌ પ્રથમ ભારતના ફિલ્ડિંગ કોચ વિશે વાત કરવામાં આવે તો, ભારતના ફિલ્ડિંગ ટી દિલીપ હતા. જેઓનો કાર્યકાળ લંબાવવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ટી દિલીપે ફિલ્ડિંગ કોચ તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવી છે અને ડ્રેસિંગ રૂમમાં તેનું વાતાવરણ સારું છે. ખેલાડીઓ સાથેના તેમના બોન્ડિંગને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ટી દિલીપ ટીમ ઈન્ડિયાના આગામી ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરશે. જો મળતા અહેવાલોની વિગતને સાચી માનવામાં આવે તો ટી દિલીપ જ ટીમ સાથે કોલમ્બો જવા માટે રવાના થઈ શકે છે.
શું ABHISHEK NAYAR બનશે ASSISTANT COACH?
ભારતના ટીમના ASSISTANT COACH વિશે વાત કરવામા આવે તો અભિષેક નાયરની પસંદગી આ પદ માટે કરવામાં આવી શકે તેમ છે. પ્રવાસ પહેલા અહેવાલોમાં આ અંગે વાત કરવામાં આવી છે. અભિષેક નાયરને ગૌતમ ગંભીરનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ અભિષેક નાયર એક ખાસ વ્યક્તિ રહ્યા છે. વરુણ ચક્રવર્તી અને વેંકટેશ અય્યર જેવા ખેલાડીઓએ ગત સિઝનમાં નાઈટ રાઈડર્સની ટાઈટલ જીતનો શ્રેય અભિષેક નાયરને આપ્યો હતો. વધુમાં રેયાન ટેન ડોશેટ પણ એક સહાયક કોચ તરીકે આ પ્રવાસમાં ભારતની સાથે જોડાઈ શકે છે. તેઓ પણ કોલકાતાની ટીમમાં એક અગત્યની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
આફ્રિકાના લેજેન્ડ બનશે ભારતના બોલિંગ ગુરુ?
ભારત માટે BOWLING COACH કોણ હશે તે પણ એક અગત્યનો મુદ્દો છે, જે ચર્ચાઈ રહ્યો છે. નવા BOWLING COACH ને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી. પરંતુ મળતી વિગતોના અનુસાર, આ રેસમાં દક્ષિણ આફ્રિકાના બોલર મોર્ને મોર્કેલનું નામ સૌથી આગળ છે, જે કદાચ ફાઇનલમાં પણ પહોંચશે. આગામી 1થી 2 દિવસમાં નવા બોલિંગ કોચ અંગેની તમામ શંકાઓ પણ દૂર થઈ જશે. મોર્ને મોર્કલે 2 વર્ષ સુધી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે. તે માટે શક્યતાઓ છે કે તેમનું નામ જ આ પદ માટે પસંદ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : Sania Mirza સાથે લગ્ન વિશે આ શું કહી ગયા Mohammad Shami!