+

આજથી શરૂ થશે Paris Olympics 2024, જાણો ભારતીય ખેલાડીઓ ક્યારે કરશે અભિયાનની શરૂઆત

Paris Olympics 2024 : ફ્રાંસની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક 2024 ની ઉદ્ઘાટન સમારોહ (Opening Ceremony) 26 જુલાઈથી યોજાશે. જોકે, આ પહેલા આજથી એટલે કે 24 જુલાઈના રોજથી જ આ ઈવેન્ટ્સની શરૂઆત…

Paris Olympics 2024 : ફ્રાંસની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક 2024 ની ઉદ્ઘાટન સમારોહ (Opening Ceremony) 26 જુલાઈથી યોજાશે. જોકે, આ પહેલા આજથી એટલે કે 24 જુલાઈના રોજથી જ આ ઈવેન્ટ્સની શરૂઆત થવા જઇ રહી છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ત્રીજી વખત પેરિસ (Paris) માં આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પેરિસ શહેરમાં અગાઉ વર્ષ 1900 અને ત્યારબાદ 1924માં ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે 26મી જુલાઈના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ તે પહેલા આજથી કાર્યક્રમો શરૂ થઈ જશે. આજે કુલ બે ઈવેન્ટ થશે અને ભારતીય ટીમ 25 જુલાઈથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત સૌથી પહેલા તીરંદાજીમાં પોતાનો પડકાર રજૂ કરશે, જેમાં દીપિકા કુમારી સહિત અનેક તીરંદાજો જોવા મળશે.

ફૂટબોલ ઈવેન્ટથી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં, 24 જુલાઈના રોજ બે ઈવેન્ટ્સ રમાશે, જેમાંથી એક ફૂટબોલ અને બીજી રગ્બી ઈવેન્ટ્સ છે. ફૂટબોલમાં આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચે મુકાબલો થશે. હાલમાં જ આર્જેન્ટિનાએ કોપા અમેરિકા કપનો ખિતાબ જીત્યો છે અને તેથી જ બધાની નજર આ મેચ પર હશે. જ્યારે બીજી મેચ સ્પેન અને ઉઝબેકિસ્તાન વચ્ચે થશે. સ્પેને તાજેતરમાં યુરો કપનો ખિતાબ પણ જીત્યો છે અને તેના કારણે આ મેચનું મહત્વ પણ ઘણું વધી જાય છે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. રગ્બી-7ની વાત કરીએ તો, તેમા આજે બે ઈવેન્ટ્સ રમાશે, જેમાંથી પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને સમોઆ વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જો કે, જો તમારે રગ્બી મેચનો આનંદ માણવો હોય, તો તમારે તેના માટે મોડી રાત સુધી જાગવું પડશે, કારણ કે આ બંને મેચો રાત્રે 1 વાગ્યે શરૂ થશે. જણાવી દઈએ કે સામાન્ય રીતે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતની તારીખ ઉદ્ઘાટન સમારોહની તારીખ અનુસાર જોવામાં આવે છે. પરંતુ સ્પર્ધાઓ ઓપનિંગ સેરેમનીના એક-બે દિવસ પહેલા શરૂ થાય છે. તેથી આ વખતે પણ એવું જ થશે. વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિકની સ્પર્ધાઓ 24 જુલાઈથી શરૂ થશે.

ભારતીય ચાહકો Jio નેટવર્ક પર લાઈવ કવરેજ જોઈ શકશે

આ વખતે ભારતીય ચાહકો માટે ઓલિમ્પિકના લાઈવ ટેલિકાસ્ટની મજા બમણી થવા જઈ રહી છે. પ્રથમ વખત, ભારત માટે સમર્પિત કવરેજ થવા જઈ રહ્યું છે. ચાહકોને આ ભેટ મુકેશ અંબાણીના Jio નેટવર્ક તરફથી મળી છે. પ્રશંસકો જિયો સિનેમા દ્વારા પેરિસ ઓલિમ્પિક દરમિયાન ભારતની તમામ ઇવેન્ટ્સનું સંપૂર્ણ સમર્પિત કવરેજ જોઈ શકે છે. હા, માત્ર Jio યુઝર્સ જ નહીં, કોઈ પણ વ્યક્તિ Jio સિનેમા પર આ ગેમ્સનો આનંદ લઈ શકે છે.

ભારતીય તીરંદાજી ટીમ એક્શનમાં જોવા મળશે

ઓલિમ્પિક 2024માં 25 જુલાઈએ યોજાનારી ઈવેન્ટ્સની વાત કરીએ તો ભારતીય તીરંદાજી ટીમ એક્શનમાં જોવા મળશે. જ્યારે આ દિવસે તીરંદાજી ઉપરાંત હેન્ડબોલની સ્પર્ધાઓ પણ શરૂ થશે. મહિલાઓની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટ ઉપરાંત, તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટ પણ હશે. આમાં ભારતીય મહિલા તરફથી દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌર એક્શનમાં જોવા મળશે, જ્યારે પુરુષો તરફથી રમેશ પ્રવીણ જાધવ, તરુણદીપ રોય અને ધીરજ બોમ્માદેવરા જોવા મળશે.

આ પણ વાંચો: India’s Olympic History : 1900થી 2024 સુધી જાણો કેવી રહી છે સિદ્ધિ માટે ભારતની સફર

Whatsapp share
facebook twitter