- નીનો સાલુકવાજેની 10 ઓલિમ્પિકની અદભુત સફર
- 55 વર્ષની ઉંમરે પણ અકબંધ જુસ્સો
- માતા-પુત્રની જોડીએ રચ્યો ઇતિહાસ
- એક દાયકાથી ઓલિમ્પિકમાં ચમકતો તારો
- જ્યોર્જિયાનું ગૌરવ નીનો સાલુકવાજે
- ઉંમર માત્ર એક સંખ્યા, નીનો સાલુકવાજે બની ઉદાહરણ
- 10 ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી મહિલા ખેલાડી બની નિનો સાલુકવાજે
Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં જ્યોર્જિયાની પિસ્તોલ શૂટર નીનો સાલુકવાજે (Nino Salukvadze) એ ઇતિહાસ રચીને દુનિયાને ચોંકાવી દીધી છે. 55 વર્ષની ઉંમરે તે દસમા ઓલિમ્પિક (Olympic) માં રમી રહી છે, જે કોઈપણ મહિલા ખેલાડી માટે એક અનોખી સિદ્ધિ છે.
નીનો સાલુકવાજેની અદભુત સફર
1988માં 19 વર્ષની ઉંમરે સિઓલ ઓલિમ્પિકથી તેની ઓલિમ્પિકની સફરની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને હાલના પેરિસ ઓલિમ્પિક સુધી તે દરેક ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. 1988માં સોવિયેત સંઘ તરફથી રમતી નીનોએ 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ અને 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પેરિસ ઓલિમ્પિક (paris Olympic) માં તે જ્યોર્જિયા માટે ધ્વજવાહક પણ બની હતી. આ ત્રીજી વખત છે જ્યારે તે આ ગેમ્સમાં આ ભૂમિકા નિભાવી રહી છે. જોકે, આ વખતે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં તે ફાઇનલમાં પહોંચી શકી નહીં. હવે તે શુક્રવારે 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેશે. સોવિયેત યુનિયનના વિસર્જન પછી, 1992માં બાર્સેલોના ઓલિમ્પિકમાં તેણે એકીકૃત ટીમ તરફથી રમી હતી અને ત્યારબાદ છેલ્લા 8 ઓલિમ્પિકમાં જ્યોર્જિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
પેરિસ ઓલિમ્પિકમાં 55 વર્ષની નીનો સાલુકવાજેએ રચ્યો ઇતિહાસ, 10 ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી મહિલા ખેલાડી બની#NinoSalukvadze #Olympics #Paris2024 #ShootingSports #Legend #Inspiration #Sportswoman#Athlete #Olympian #ParisOlympic2024 #GujaratFirst pic.twitter.com/VlY2RtJd8W
— Gujarat First (@GujaratFirst) July 30, 2024
10 ઓલિમ્પિક, એક જ નામ નીનો સાલુકવાજે
2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં રશિયા અને જ્યોર્જિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે પણ નીનોએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રશિયાની સિલ્વર મેડલ વિજેતા નતાલિયા પેડેરિનાને પોડિયમ પર ગળે લગાવીને તેણે દુનિયાને એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. નીનોનો પુત્ર ટીસોન મચાવરિયા પણ એક પ્રતિભાશાળી શૂટર છે. 2016 રિયો ઓલિમ્પિકમાં માતા-પુત્રની આ જોડીએ સાથે મળીને જ્યોર્જિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઓલિમ્પિક ઇતિહાસમાં એક અનોખી ઘટના હતી. નીનો સાલુકવાજે માત્ર એક ખેલાડી નથી, પરંતુ તે એક પ્રેરણા છે. તેણે ઉંમરને ક્યારેય અવરોધ તરીકે નથી ગણ્યો અને દરેક ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. તેનું સમર્પણ અને દ્રઢતા દરેક માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું