+

Paris Olympic 2024 : ઓલિમ્પિક મેડલના લક્ષ્ય સાથે PV Sindhu નું પેરિસ મિશન

Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું બહુ સારું પ્રદર્શન જોવા મળ્યું નથી, પરંતુ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા 117 ભારતીય ખેલાડીઓ (Indian Players) ની ટીમમાં કેટલાક એવા…

Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું બહુ સારું પ્રદર્શન જોવા મળ્યું નથી, પરંતુ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા 117 ભારતીય ખેલાડીઓ (Indian Players) ની ટીમમાં કેટલાક એવા નામ સામેલ છે જેઓ તેમની ઈવેન્ટ્સમાં મેડલ (Medal) જીતવાના પ્રબળ દાવેદાર તરીકે જોવા મળી રહ્યા છે. આમાં એક નામ છે સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (Badminton Player PV Sindhu) નું છે, જે ઓલિમ્પિકના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 2 વખત મેડલ જીતવામાં સફળ રહી છે. જેમાં તેણે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આવી સ્થિતિમાં, તેણી પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલ જીતે તેવી સૌ કોઇને આશા છે, જેમાં જો તે આમ કરવામાં સફળ થાય છે, તો તે ઓલિમ્પિકના ઇતિહાસમાં 3 મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.

મેડલ જીતવું એ મારું લક્ષ્ય છે

પોર્ટે ડે લા ચેપલ એરેનામાં પ્રેક્ટિસ કરી રહેલી પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ વિશે PTIને આપેલા નિવેદનમાં કહ્યું કે, મેડલ જીતવું એ ચોક્કસપણે મારું લક્ષ્ય છે. પછી ભલે તે પ્રથમ હોય કે બીજુ કે પછી ત્રીજું હોય મને કોઈ વાંધો નથી. મેં બે મેડલ જીત્યા છે અને ત્રીજા મેડલ વિશે વિચારીને હું મારી જાત પર દબાણ લાવવા માંગતી નથી. જ્યારે પણ હું ઓલિમ્પિકમાં ભાગ લઉં છું ત્યારે તે મારા માટે એક નવું ઓલિમ્પિક હોય છે. તેથી, જ્યારે પણ હું ઓલિમ્પિકમાં રમવા જાઉં છું ત્યારે મારું લક્ષ્ય મેડલ જીતવાનું હોય છે. આશા છે કે હું ટૂંક સમયમાં હેટ્રિક પૂરી કરીશ.

સિંધુએ પેરિસ ઓલિમ્પિક માટે શું કહ્યું?

ભારતના ઘણા યુવા ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં પોતાની કિસ્મત અજમાવવા માટે આવી ચુક્યા છે. ત્યારે જેટલા પણ દિગ્ગજ ખેલાડીઓ છે કે જેઓ પહેલા ભારત માટે મેડલ જીતી ચુક્યા છે તેમના પર સૌથી વધુ લોકોની આશાઓ છે. તેમા પીવી સિંધુનું નામ પણ છે. આ મોટી ઇવેન્ટમાં ભાગ લેવા પેરિસ આવતાં પહેલાં, સિંધુએ જર્મનીના સારબ્રુકેનમાં સ્પોર્ટકેમ્પસ સાર ખાતે તાલીમ લીધી, જેની ઊંચાઈ, હવામાન અને સ્થિતિ ફ્રાન્સની રાજધાની સમાન છે. આ સિવાય, પોતાને પેરિસની પરિસ્થિતિઓમાં અનુકૂળ બનાવવા માટે, સિંધુને પોતાના માટે બનાવેલા હાયપોક્સિક ચેમ્બર (લો ઓક્સિજન) મળ્યો જેમાં તે થોડા દિવસો સુધી ત્યાં સૂતી રહી. પોતાની ખાસ તૈયારી અંગે સિંધુએ કહ્યું કે તે પ્રેક્ટિસ માટે ઊંચાઈવાળા સ્થળે જઈ શકતી નથી. મારી પાસે ઘણો સમય નહોતો અને તેથી મેં વિચાર્યું કે બીજે ક્યાંક જવાને બદલે અહીં આવી પરિસ્થિતિઓ બનાવવી વધુ સારું રહેશે.

આ પણ વાંચો: Paris Olympic 2024 ને લાગ્યું કોરોનાનું ગ્રહણ! 5 ખેલાડીઓ Covid-19 પોઝિટિવ

Whatsapp share
facebook twitter