- લક્ષ્ય સેનની ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત
- લક્ષ્ય સેને ઈન્ડોનેશિયાના ખેલાડીને આપી માત
- લક્ષ્ય સેનની જીતથી ભારતને મળી નવી આશા
Paris Olympic 2024 : ઓલિમ્પિક ડેબ્યૂ કરનારા ભારતના સ્ટાર ખેલાડી Lakshya Sen નો મુકાબલો આજે ઈન્ડોનેશિયાના Jonatan Christie વિરુદ્ધ હતો. આ મેચમાં લક્ષ્ય સેનની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, બાદમાં તેણે વાપસી કરી હતી અને ઈન્ડોનેશિયાના ખેલાડીને હરાવી ગ્રુપ Lમાંથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
લક્ષ્ય સેને ઈન્ડોનેશિયાના ખેલાડીને હરાવ્યો
પીવી સિંધુના શાનદાર પ્રદર્શન બાદ સૌ કોઇને લક્ષ્ય સેન સારું પ્રદર્શન કરે તેવી આશા હતી, અને તે આમ કરવામાં ઘણી હદ સુધી સફળ પણ થયો હતો. તેના માટે શરૂઆત ભલે ખરાબ રહી હોય પણ તે પછી તેણે જબરદસ્ત વાપસી કરી અને Jonatan Christie ને પોતાના પર હાવી થવાની તક ન આપી. લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ બેડમિન્ટનમાં પોતાની ગ્રુપ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઈન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને સતત બે સેટમાં 21-18 અને 21-12થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
પાછળ રહેવા છતાં લક્ષ્યે પ્રથમ ગેમ જીતી
ક્રિસ્ટીએ પ્રથમ ગેમમાં મજબૂત શરૂઆત કરીને સતત 5 પોઈન્ટ મેળવ્યા હતા અને એક સમયે 8-2ની લીડ મેળવી હતી. આ પછી શરૂઆતમાં લય શોધી રહેલા લક્ષ્યે જોરદાર વાપસી કરી અને ઇન્ટરમિશન સુધી સ્કોર 11-10થી પોતાના પક્ષમાં કરી લીધો. બ્રેક પછી, બંને શટલરો તરફથી સખત સ્પર્ધા જોવા મળી હતી અને એક તબક્કે સ્કોર 16-16ની બરાબરી પર રહ્યો હતો. લક્ષ્યે દબાણમાં સારું પ્રદર્શન કર્યું અને ગેમ જીતી લીધી.
𝗟𝗔𝗞𝗦𝗛𝗬𝗔 𝗛𝗔𝗦 𝗗𝗢𝗡𝗘 𝗜𝗧! What a performance from Lakshya Sen against World No. 4, Jonatan Christie as he moves into the round of 16 in his maiden Olympic campaign. He won the match in straight games, 21-18 & 21-12.
After a slow start to the match, Lakshya Sen… pic.twitter.com/DEvk5btFGW
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
બીજી ગેમ આવી રહી
લક્ષ્યે બીજી ગેમમાં પોતાનો સિલસિલો જારી રાખ્યો હતો, જ્યારે બીજી તરફ વિશ્વનો નંબર-3 શટલર ક્રિસ્ટીનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આક્રમક દેખાઈ રહેલા ભારતીય શટલરે હાફ ટાઈમ સુધી 11-6થી લીડ મેળવી હતી. આ પછી લક્ષ્યે સતત સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું અને વિપક્ષી શટલર પાસે તેની રમતનો કોઈ જવાબ નહોતો. આખરે લક્ષ્યે બીજી ગેમ જીતી લીધી અને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
લક્ષ્ય સેનને મુશ્કેલીઓ વચ્ચે સફળતાની આશા
ઉલ્લેખનીય છે કે, લક્ષ્ય સેન તેની પ્રથમ ઓલિમ્પિક રમી રહ્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024ની તેની પ્રથમ મેચમાં કેવિન કોર્ડનને હરાવ્યો હતો. પરંતુ ગ્વાટેમાલાનો ખેલાડી કોણીની ઈજાને કારણે ઓલિમ્પિકમાંથી ખસી ગયો હતો. આ પછી તેમના તમામ પરિણામો રદ કરવામાં આવ્યા હતા. આ રીતે લક્ષ્ય સેનની પ્રથમ જીત પર પાણી ફરી વળ્યું હતું. કેવિન કોર્ડનની વાપસી બાદ હવે ગ્રુપ એલમાં માત્ર ત્રણ જ ખેલાડી બચ્યા છે. અગાઉ ચાર ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરી રહ્યા હતા. હવે લક્ષ્ય સેને ધીમી શરૂઆત બાદ મેન્સ સિંગલ્સના ગ્રુપ એલમાં બેલ્જિયમના જુલિયન કેરેજને હરાવ્યો છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : બેડમિન્ટન ક્વીન PV Sindhu એ KUUBA Kristin વિરુદ્ધ મેળવી એક તરફી જીત