+

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું

Paris Olympic 2024 માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન ભારતીય ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું આયર્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન Paris Olympic 2024 : આજે ચોથા દિવસે ભારત તરફથી મનુ ભાકર અને…
  • Paris Olympic 2024 માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
  • ભારતીય ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું
  • આયર્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન

Paris Olympic 2024 : આજે ચોથા દિવસે ભારત તરફથી મનુ ભાકર અને સરબજોત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને દેશ માટે મેડલ જીત્યો હતો. આ બંને ખેલાડીઓ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં રમી રહ્યા હતા. જ્યાં તેઓએ કોરિયાની મિશ્ર ટીમને હરાવી હતી. આ સિવાય ભારતીય હોકી ટીમે આજે આયર્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું છે. આ મેચમાં ભારત માટે બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. તેણે ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર જીત અપાવી છે. ભારતે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ પછી આર્જેન્ટિના સાથે ડ્રો રમાઈ હતી.

પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતને મળી હતી લીડ

પ્રથમ હાફમાં ભારતે ઝડપી રમત રમીને આયર્લેન્ડ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતની લીડ હતી. બીજા ક્વાર્ટરમાં આવીને ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો. આ વખતે પણ કેપ્ટન હરમનપ્રીતે બોક્સમાં બોલ નાખીને ગોલ કર્યો અને સ્કોર બમણો કર્યો. આ રીતે ભારતે બીજો ગોલ કરીને આયર્લેન્ડ પર વધુ દબાણ બનાવ્યું હતું. ભારતના ડિફેન્સે ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, આયર્લેન્ડને આપવામાં આવેલા ઘણા પેનલ્ટી કોર્નરને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય ટીમ પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શકી ન હતી પરંતુ તેની લીડને ઓછી થવા ન દીધી અને સારી રીતે બચાવ કરવાનું ચાલુ રાખ્યું. આખરે ભારતે 2-0થી મેચ જીતી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતની રમત થોડી ધીમી હતી.

ત્રણ મેચોમાં ભારતીય ટીમ રહી અપરાજિત

ભારતીય ટીમે સતત ત્રીજી મેચમાં સારું પ્રદર્શન કરીને તમામ હોકીના ફેન્સનું દિલ જીતી લીધું હતું. ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં અપરાજિત રહી છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવી. તે મેચમાં ટીમ ઈન્ડિયા 3-2થી જીતી હતી. આ પછી, આગામી મેચમાં આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો રમી. આ વખતે ભારતીય ટીમે આયર્લેન્ડ સામે ભરપૂર એન્જોય કર્યું અને બે ગોલની લીડ લીધા બાદ પાછું વળીને જોયું નહીં અને જીત નોંધાવી. ટીમ ઈન્ડિયા આગળના રાઉન્ડમાં પહોંચવાની રેસમાં યથાવત છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : મનુ ભાકરે મેડલની સાથે એફિલ ટાવરમાં પણ પડાવ્યો થોડો ભાગ!

Whatsapp share
facebook twitter