+

Paris Olympic 2024 : શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝ

સ્વપ્નિલ કુસલેએ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ભારતને બ્રોન્ઝ પ્રથમ વખથ 50 મીટર ઈવેન્ટમાં ભારતને મેડલ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો ત્રીજો બ્રોન્ઝ Paris Olympic 2024 : પેરિસ…
  • સ્વપ્નિલ કુસલેએ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ
  • 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ભારતને બ્રોન્ઝ
  • પ્રથમ વખથ 50 મીટર ઈવેન્ટમાં ભારતને મેડલ
  • ભારતે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો ત્રીજો બ્રોન્ઝ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 નો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે ભારતીય ખેલાડીઓ આજે એક નવી ઉર્જા સાથે પોતાની રમતના મેદાને ઉતરશે. ભારતને અત્યાર સુધી શૂટિંગમાં બે મેડલ મળી ચુક્યા છે ત્યારે આજે સૌ કોઇની નજર સ્વપ્નિલ કુસાલે પર હતી. જોકે, આજે તેનું શરૂઆતમાં પ્રદર્શન ઘણુ સામાન્ય રહ્યું હતું અને તે પછી તેણે વાપસી કરી અને ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ અપાવ્યો. સ્વપ્નિલ કુસાલેએ ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ પોતાના નામે કર્યો છે.

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો ત્રીજો મેડલ પોતાના નામે કરી લીધો છે. સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે.

સ્વપ્નિલ કુસાલેનું કેવું રહ્યું પ્રદર્શન?

  • પ્રથમ શ્રેણી (kneeling): 9.6, 10.4, 10.3, 10.5, 10.0, કુલ: 50.8 પોઈન્ટ
  • બીજી શ્રેણી (kneeling): 10.1, 9.9, 10.3, 10.5, 10.1, કુલ: 51.9 પોઈન્ટ
  • ત્રીજી શ્રેણી (kneeling): 9.7, 10.3, 10.8, 10.4, 10.0, કુલ: 51.6 પોઈન્ટ

kneeling માં ત્રણ સિરીઝ પૂરી થયા બાદ સ્વપ્નિન કુસલેએ કુલ 153.3 પોઈન્ટ્સ મેળવ્યા હતા.

kneeling પછી, પ્રોન સિરીઝ રમાઈ રહી છે. પ્રોનમાં પ્રથમ શ્રેણીના અંત પછી, સ્વપ્નિન કુસાલે એકંદરે પાંચમા સ્થાને છે. પ્રોનમાં, ખેલાડીઓ નીચે સૂતી વખતે લક્ષ્ય રાખે છે.

  • પ્રોન (પ્રથમ શ્રેણી): 10.5, 10.6, 10.5, 10.6, 10.5, કુલ: 52.7 પોઈન્ટ
  • પ્રોન બે શ્રેણીના અંત પછી, સ્વપ્નિલ કુસલે પાંચમા સ્થાને છે.
  • પ્રોન (બીજી શ્રેણી): 10.8, 10.2, 10.5, 10.4, 10.3, કુલ: 52.2 પોઈન્ટ
  • સ્વપ્નિન કુસલે 310.1 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને.
  • પ્રોન (ત્રીજી શ્રેણી): 10.5, 10.4, 10.4, 10.2, 10.4, કુલ: 51.9 પોઈન્ટ

કોણ છે સ્વપ્નિલ કુસાલે?

સ્વપ્નિલ કુસાલે ખેડૂત પરિવારથી આવે છે. તેનો જન્મ 6 ઓગસ્ટ 1995ના રોજ પુણેમાં થયો હતો. તેના પિતાએ તેને મહારાષ્ટ્ર સરકારના પ્રાથમિક રમતગમત કાર્યક્રમમાં દાખલ કરાવ્યો હતો જ્યા તેણે એક રમત પસંદ કરવાની હતી. ત્યારે તેણે શૂટિંગ પસંદ કરી હતી. 28 વર્ષીય સ્વપ્નિલે કાહિરામાં આયોજિત 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવીને ભારતને ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. શૂટિંગમાં સ્વપ્નિલની કારકિર્દી 2009 માં શરૂ થઈ જ્યારે તેણે મહારાષ્ટ્રની ક્રિડા પ્રબોધિનીમાં એડમિશન લીધું. આ પછી કુસાલેએ પાછું વળીને જોયું નથી અને 2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર રાઈફલ પ્રોન 3 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ પછી, તેણે ગગન નારંગ અને ચેન સિંહ જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યારપછી તેણે તિરુવનંતપુરમમાં 61મી નેશનલ ચેમ્પિયનશિપમાં 50 મીટર રાઈફલ 3-પોઝિશન ઈવેન્ટમાં ગોલ્ડ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. કુસાલેએ ત્યારબાદ 2022 એશિયન ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ ટીમ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ જીતવા ઉપરાંત બાકુમાં યોજાયેલા 2023 વર્લ્ડ કપમાં મિશ્ર ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ કુસાલેએ 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને 2021 વર્લ્ડ કપમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Update…

આ પણ વાંચો:  Paris Olympic 2024 : Jehanara Nabi ના સ્વિમસૂટ પર પાકિસ્તાનમાં શરૂ થયો વિવાદ

Whatsapp share
facebook twitter