+

SRI LANKA ની શ્રેણીમાં JAASPRIT BUMRAH ની ગેરહાજરીને લઈ આવ્યું કારણ સામે

થોડાક જ દિવસમાં ભારતનો શ્રીલંકા પ્રવાસ શૂરું થવાનો છે. આ શ્રેણી ભારત માટે ખૂબ જ અગત્યની રહેવાની છે., કારણ કે ગૌતમ ગંભીર આ શ્રેણીથી હેડ કોચ તરીકે પોતાના કારકિર્દીની શરૂઆત…

થોડાક જ દિવસમાં ભારતનો શ્રીલંકા પ્રવાસ શૂરું થવાનો છે. આ શ્રેણી ભારત માટે ખૂબ જ અગત્યની રહેવાની છે., કારણ કે ગૌતમ ગંભીર આ શ્રેણીથી હેડ કોચ તરીકે પોતાના કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભારત આ પ્રવાસમાં એક T20 અને ONE DAY શ્રેણી રમવાની છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 સિરીઝમાં નહીં હોય તેમના સ્થાને T20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવ છે. શ્રીલંકાના આ પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી જ થવાની છે. વિરાટ અને રોહિત T20 શ્રેણીમાં ગેરહાજર રહેવાના છે પરંતુ વન ડે ક્રિકેટમાં તેમનું પુનરાગમન થવાનું છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહ આ પ્રવાસ માટે ન તો ODI ટીમમાં છે અને ન તો T20 ટીમમાં છે. જેને લઈને ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું.ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

JASPRIT BUMRAH વિશે ગંભીરએ કહ્યું કે –

JASPRIT BUMRAH ની ગેરહાજરીથી ભારતની ટીમને ફટકો ચોક્કસથી પડી શકે છે. પરંતુ હવે JASPRIT BUMRAH ના આ શ્રેણીમાંથી ગેરહાજર રહેવાની સાચી બાબત સામે આવી છે. જે અંગે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે જસપ્રીત બુમરાહ એવો બોલર છે જેને દરેક પોતાની ટીમમાં ઈચ્છે છે. આવા બોલર માટે વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. તેથી, અમે મોટાભાગની મેચો માટે બુમરાહને એકદમ ફ્રેશ રાખવા માંગીએ છીએ અને અમે આ તમામ ઝડપી બોલરો માટે કરવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, બૂમરાહની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે.

વિશ્વકપમમાં કરી ચૂક્યા છે શાનદાર દેખાવ

JASPRIT BUMRAH ભારતના સૌથી શ્રેષ્ઠ બોલર્સમાંથી છે. તેમણે ભારતને 2024 વિશ્વકપ જીતડવામાં સિંહ ફાળો આપ્યો છે. બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે પોતાની બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લીધી હતી. બુમરાહ ટી20 વર્લ્ડ કપ 2024 બાદ બ્રેક પર છે.

આ પણ વાંચો : PARIS Olympics 2024 : ઈતિહાસમાં પહેલીવાર યોજાશે આવી ઓપનિંગ સેરેમની

Whatsapp share
facebook twitter