+

India vs Sri Lanka: મેચ પહેલા ભારતીય ટીમની જર્સીમાં થયો ફેરફાર,જોઇને થશે ગર્વ

India vs Sri Lanka: ભારતીય ટીમ તેના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં તેના પ્રથમ વિદેશી પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત…

India vs Sri Lanka: ભારતીય ટીમ તેના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં તેના પ્રથમ વિદેશી પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ પ્રવાસની શરૂઆત 27 જુલાઈથી રમાનાર ટી20 મેચથી થશે. સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમની T20 જર્સીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેની પાછળનું કારણ જાણીને તમામ ભારતીય ફેન્સ ખુશ થઈ જશે.

ટીમ ઈન્ડિયાની જર્સીમાં બીજો સ્ટાર ઉમેરાયો

જેમ કે બધા જાણે છે કે ટીમ ઈન્ડિયાએ હાલમાં જ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 17 વર્ષ બાદ T20 ચેમ્પિયન બની હતી. આ સિદ્ધિને પ્રતિબિંબિત કરવા માટે, મેન ઇન બ્લુએ હવે તેમની જર્સીમાં ફેરફાર કર્યો છે.

બે સ્ટાર્સવાળી જર્સીમાં જોવા મળ્યા

હવે ભારતની T20 જર્સીમાં BCCIના લોગોની ટોચ પર એકને બદલે બે સ્ટાર્સ જોવા મળશે. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ પહેલા જ્યારે ભારતીય ખેલાડીઓનું ફોટોશૂટ થયું ત્યારે બે સ્ટાર્સવાળી જર્સીમાં જોવા મળ્યા હતા. આ બતાવશે કે ટીમ ઈન્ડિયા બે વખત T20 વર્લ્ડકપ જીતી ચુકી છે. ભારતની ODI જર્સીમાં પણ બે સ્ટાર્સ જોવા મળે છે, કારણ કે તે ફોર્મેટમાં પણ મેન ઇન બ્લુએ 1985 અને 2011માં વર્લ્ડકપ જીત્યો હતો.

ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની જર્સીમાં બે સ્ટાર્સ કેમ ન જોવા મળ્યા?

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેની મુલાકાત લીધી હતી. પરંતુ તે દરમિયાન વિજેતા બન્યા બાદ પણ ખેલાડીઓની જર્સી પર એક સ્ટાર જોવા મળ્યો હતો. અમે તમને તેની પાછળનું મુખ્ય કારણ પણ જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેણે ફાઈનલ મેચ પહેલા ડિઝાઈનની જર્સી પહેરી હતી. આ જ કારણ હતું કે તે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં બીજો સ્ટાર જોવા મળ્યો ન હતો.

આ પણ  વાંચો  –Olympic Order એટલે શું? અભિનવ બિન્દ્રાને મળશે આ ખાસ સન્માન, જાણો ઇતિહાસ

આ પણ  વાંચો  Paris Olympic 2024 માં ભારતીય પુરુષ તીરંદાજી ટીમની શાનદાર શરૂઆત

આ પણ  વાંચો  પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે આવ્યા પહેલા ‘Good News’!

Whatsapp share
facebook twitter