+

IND vs BAN : ટીમ ઈન્ડિયા સામે બાંગ્લાદેશ ઘૂંટણીયે, ભારતે મેળવી 86 રને શાનદાર જીત

બીજી T20I માં ભારતની શાનદાર જીત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું ભારતે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી IND vs BAN 2nd T20I : T20I શ્રેણીની બીજી મેચમાં…
  • બીજી T20I માં ભારતની શાનદાર જીત
  • દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું
  • ભારતે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

IND vs BAN 2nd T20I : T20I શ્રેણીની બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી શ્રેણી 2-0 થી પોતાના નામે કરી લીધી છે. ભારતે આજે ટોસ હારીને પહેલા બેટિંગ કરી હતી અને બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેસની ટીમ માત્ર 9 વિકેટના નુકસાને 135 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચને 86 રને જીતી લીધી છે.

બાંગ્લાદેશની ટીમ માત્ર 135 રન જ બનાવી શકી

222 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 135 રન જ બનાવી શકી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી નીતિશ રેડ્ડીએ 34 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય રિંકુ સિંહે 53 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલા મહમુદુલ્લાહે શાનદાર બેટિંગ કરી હતી અને 41 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. આ મેચમાં ભારતીય બોલરોએ સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, મયંક યાદવ અને રેયાન પરાગને 1-1 સફળતા મળી હતી.

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નીતીશ રેડ્ડી અને રિંકુ સિંહની અડધી સદીના કારણે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 74 રન અને રિંકુએ 53 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 3 ઓવરમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. સંજુ સેમસન 10 રન બનાવીને આઉટ થયો હતો અને અભિષેક 15 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવી શક્યો હતો. આ પછી રિંકુ અને નીતિશ વચ્ચે ચોથી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. નીતિશ 34 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ સિંહે 29 બોલમાં 53 રન બનાવ્યા હતા. રેયાન પરાગે 6 બોલમાં 15, હાર્દિકે 19 બોલમાં 32 અને વરુણ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. અર્શદીપે 6 રનનું યોગદાન આપ્યું હતું. ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો:  IND vs BAN : ખરાબ શરૂઆત છતાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ

Whatsapp share
facebook twitter