+

Paris Olympic 2024 માં ભારતીય પુરુષ તીરંદાજી ટીમની શાનદાર શરૂઆત

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલા ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આજે ગુરુવારે તીરંદાજી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમા મહિલા સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યા બાદ…

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલા ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આજે ગુરુવારે તીરંદાજી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમા મહિલા સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યા બાદ રેન્કિંગ રાઉન્ડમાં પુરૂષોએ પણ પોતાનો દમખમ દેખાડ્યો હતો. ભારતની મહિલાઓ બાદ પુરુષોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે ભારતીય ટીમ અડધી રમત સુધી પાછળ રહી હતી પરંતુ બાદમાં વાપસી કરી હતી.

મહિલા બાદ પુરુષ તિરંદાજી ટીમ પણ પહોંચી ક્વાર્ટરમાં

પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા જ દિવસે ભારત માટે બે સારા સમાચાર આવ્યા છે. પ્રથમ, તીરંદાજીમાં, મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. આ પછી ભારતીય પુરુષ ટીમે પણ અદભૂત પ્રદર્શન કર્યું અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય પુરૂષ તીરંદાજી ટીમે 2013 પોઈન્ટ સાથે રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27 ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને આ જીતનો હીરો હતો ધીરજ. તેણે કુલ 681 રન બનાવ્યા અને ચોથા સ્થાને રહ્યો. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા માટે કુલ 2013 પોઈન્ટ બનાવ્યા. તરુણદીપ 676 માર્ક્સ સાથે 14મા ક્રમે રહ્યો હતો. તેમના સિવાય પ્રવીણ જાધવ 658 માર્ક્સ સાથે 39મા ક્રમે છે.

પેરિસ ઓલિમ્પિકથી દિવસના બીજા ‘ગુડ ન્યૂઝ’!
ભારતીય પુરુષ તિરંદાજી ટીમ પણ પહોંચી ક્વાર્ટરમાં
રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય ટીમ ત્રીજા ક્રમે રહી
કુલ 2013ના સ્કોર સાથે પુરુષ તિરંદાજી ટીમ ક્વાર્ટરમાં
ભારતીય તિરંદાજ બી. ધીરજનું શાનદાર પ્રદર્શન
64 તિરંદાજોમાં ચોથા ક્રમે રહી બી.ધીરજે કરી કમાલ
681ના વ્યક્તિગત સ્કોર સાથે બી.ધીરજ ચોથા ક્રમે
તરુણદીપ રાય અને પ્રવીણ જાદવનું સામાન્ય પ્રદર્શન
મહિલા બાદ પુરુષ તિરંદાજી ટીમ પણ પહોંચી ક્વાર્ટરમાં

કોણ છે ધીરજ બોમ્માદેવરા?

આંધ્રપ્રદેશમાં 3 સપ્ટેમ્બર 2001ના રોજ જન્મેલા ભારતીય તીરંદાજ ધીરજ બોમ્માદેવરા, તીરંદાજીની દુનિયામાં ઝડપથી ઉભરતા સ્ટાર છે. લોકો તેની પાસેથી મેડલની અપેક્ષા રાખે છે. તે બોમ્માદેવરા શ્રવણ કુમારના પુત્ર છે, જે આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI)ના ભૂતપૂર્વ ટેકનિકલ અધિકારી છે. તે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ (OGQ) ના સમર્થનથી તેની પ્રતિભાને સુધારી રહ્યો છે. ધીરજ રિકર્વ પુરુષોની વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વ રેન્કિંગમાં 15મા ક્રમે છે. તે 5 વર્ષની ઉંમરથી તીરંદાજી કરી રહ્યો છે. 2006 માં, તેણે વિજયવાડામાં વોલ્ગા તીરંદાજી એકેડમીમાં તાલીમ શરૂ કરી. આ પછી, તે 2016 માં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણે ગયો. તેણે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2021માં વર્લ્ડ તીરંદાજી યુવા સમર ઓલિમ્પિક ચેમ્પિયનશિપની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. એશિયન ગેમ્સ 2023માં, તેણે અતનુ દાસ અને તુષાર શેલ્કે સાથે પુરુષોની રિકર્વ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સખત મહેનત અને સમર્પણથી તેને પેરિસમાં 2024 સમર ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું છે. જૂન 2024 માં ઓલિમ્પિકની તૈયારી કરતી વખતે, તેણે અંતાલ્યામાં વર્લ્ડ કપ 2024 માં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું ઉત્તમ પ્રદર્શન બતાવ્યું. ધીરજની વાર્તા એ ભારતીય તીરંદાજીના ભવિષ્ય માટે સુવર્ણ અધ્યાય લખવાની શરૂઆત છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે આવ્યા પહેલા ‘Good News’!

Whatsapp share
facebook twitter