+

ક્રિકેટના મેદાનમાં અચાનક બની એવી ઘટના, રોકવી પડી હતી મેચ

ક્રિકેટ મેદાનમાં ચોંકાવનારી ઘટનાઓ: જ્યાં મેચ અટકાઈ ક્રિકેટના મેદાનમાં કાર, મધમાખી અને સૂર્યપ્રકાશ જેવા જોવા મળ્યા વિઘ્ન મેચમાં વિલંબના અજીબ કારણો: 2019માં બની હતી અનોખી ઘટના એક શખ્સ કાર લઇને…
  • ક્રિકેટ મેદાનમાં ચોંકાવનારી ઘટનાઓ: જ્યાં મેચ અટકાઈ
  • ક્રિકેટના મેદાનમાં કાર, મધમાખી અને સૂર્યપ્રકાશ જેવા જોવા મળ્યા વિઘ્ન
  • મેચમાં વિલંબના અજીબ કારણો: 2019માં બની હતી અનોખી ઘટના
  • એક શખ્સ કાર લઇને મેદાનમાં ઘુસ્યો હતો
  • મધમાખીના કારણે ક્રિકેટર્સ મેદાનમાં જ સુઇ ગયા હતા

ક્રિકેટ મેચ (Cricket Matches) સમયે જો વરસાદ પડી જાય છે તો તેને અટકાઈ દેવામાં આવે છે જે આપણે આજ પહેલા ઘણીવાર જોયું છે. પરંતુ ક્રિકેટના મેદાનમાં ક્યારેક એવી ઘટનાઓ પણ બની જાય છે જે સૌ કોઇને ચોંકાવી દે છે. આજે અમે તમને એવી જ કેટલીક ઘટનાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના કારણે મેચને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

શખ્સ કાર લઈને મેદાનમાં ઘુસ્યો

2017 ની રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ (Ranji Trophy Tournament) દરમિયાન એક અનોખી ઘટના બની હતી. દિલ્હી અને ઉત્તર પ્રદેશ (Delhi and Uttar Pradesh) વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં તે સમયે સર્વત્ર ચકચાર મચી ગઈ જ્યારે એક અજાણ્યો વ્યક્તિ કાર લઈને મેદાનમાં ઘુસી ગયો હતો. આ દરમિયાન સુરેશ રૈના, ગૌતમ ગંભીર, ઈશાંત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓ મેદાનમાં હાજર હતા. આ અનોખી ઘટનાએ તમામને ચોંકાવી દીધા હતા.

મધમાખીઓના હુમલાને કારણે મેચમાં વિલંબ

વર્લ્ડ કપ 2019ની શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની એક મેચ દરમિયાન મધમાખીઓના જૂથના ઉપદ્રવે બધાને અચંબિત કરી દીધા હતા. મધમાખીઓનો આકસ્મિક હુમલો એટલો જોરદાર હતો કે ખેલાડીઓ મેદાન પર સૂઈ જવા મજબૂર બન્યા હતા. આ હડકંપને કારણે મેચ થોડા સમય માટે સ્થગિત કરી દેવી પડી હતી.

સૂર્યપ્રકાશને કારણે રોકાઈ ગઈ મેચ

2019 માં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાની એક એવી મેચ, જેમા વરસાદ નહીં પણ સૂર્યપ્રકાશના તીવ્ર પ્રકાશને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. આ મેચ દરમિયાન રોહિત શર્મા અને શિખર ધવન બેટિંગ કરી રહ્યા હતા, પણ અચાનક જોરદાર સૂર્યપ્રકાશના કારણે બેટ્સમેનને બેટિંગ કરવી મુશ્કેલ બની ગઇ હતી અને મેચ રોકવી પડી હતી.

આ પણ વાંચો:  Shubman Gill આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ? તસવીરો થઇ વાયરલ

Whatsapp share
facebook twitter