ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમને હાલમાં જ વર્લ્ડ કપ માટે ભારત આવવાની પરવાનગી મળી છે. હૈદરાબાદમાં ICC વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે. ત્યારે હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
પાકિસ્તાનની મેચ દર્શકો વિના રમાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે કહ્યું કે, હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ICC વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ ચાહકો વિના રમાશે. BCCI નું કહેવું છે કે, આ પગલું સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સલાહ પર લેવામાં આવ્યું છે. હૈદરાબાદમાં રમાનારી આ મેચના એક દિવસ પહેલા ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ-ઉન-નબીનો તહેવાર છે. આ સમય દરમિયાન, શહેરના ઘણા વિસ્તારોમાં લોકોની મોટી ભીડ એકત્ર થવાની સંભાવના છે.
મેચની ટિકિટ ધારકોને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે
BCCI અનુસાર, 29 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજાનારી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ હવે સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સલાહ મુજબ બંધ દરવાજા પાછળ યોજાશે. બોર્ડના નિવેદન મુજબ હૈદરાબાદમાં યોજાનારી મેચની તારીખ તહેવારો સાથે ટકરાઈ રહી છે અને આવી સ્થિતિમાં શહેરમાં વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના છે. BCCIએ કહ્યું કે, આ મેચની ટિકિટ ધારકોને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. શહેર પોલીસે અગાઉ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ને મેચની તારીખો બદલવા માટે કહ્યું હતું, પરંતુ BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે શેડ્યૂલને વારંવાર બદલી શકાય નહીં. આ એક પ્રેક્ટિસ મેચ છે, તેથી BCCI અને HCA એ વાત પર સહમત થયા કે મેચ દર્શકો વગર રમાશે.
આ પણ વાંચો – ODI World Cup 2023 : પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપ માટે મળ્યા વિઝા ,આ દિવસે પહોંચશે ભારત
આ પણ વાંચો – ટીમ ઈન્ડિયા નહીં જીતી શકે World Cup 2023 જો તે…, જાણો મોહમ્મદ કૈફે આવું કેમ કહ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે