Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે શું થશે…IPLની આજની ફાઇનલ મેચ પણ ક્યાંક…!

05:58 PM May 29, 2023 | Vipul Pandya
IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી ફાઇનલ મેચ પર ફરી વાર વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રમાનારી ફાઇનલ મેચમાં વરસાદ આવી શકે છે.
રવિવારે મેચ યોજાઇ શકી ન હતી
IPL 2023ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSK અને  GT વચ્ચે રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચ યોજાવાની છે. અગાઉ આ મેચ 28 મે રવિવારે સાંજે યોજાવાની હતી પણ વરસાદ પૂર્વે જ અમદાવાદમાં ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને આયોજકોએ રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે મેચ મોકૂફ રાખી હતી અને આજે એટલે કે સોમવારે 29મી મેના રોજ રિઝર્વ ડે ના દિવસે ફરીથી ફાઇનલ મેચ યોજવાનું નક્કી કરાયું હતું. મેચમાં વરસાદ વિધ્ન બનતાં સ્ટેડિયમમાં પહોંચેલા તથા ટીવી અને મોબાઇલ ફોન પર મેચ જોઇ રહેલા કરોડો ક્રિકેટ દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.
આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
જો કે રવિવારની જેમ જ આજે સોમવારે યોજાનારી ફાઇનલ મેચમાં પણ વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે.  IPLની મેચ દરમ્યાન વરસાદ ફરી એકવાર વિલન બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સાંજે અમદાવાદમાં  પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે અને ભારે પવન અને  વરસાદના કારણે ફાઇનલ મેચ પ્રભાવિત થઈ શકે છે.
બે દિવસ રહેશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસ વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ , ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબી સહિતની આસપાસના જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.