+

VADODARA : બેંક લોનના ભારણ વચ્ચે જીવનનો અંત

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં અલગ અલગ બેંકોની લોનના ભારણ વચ્ચે જિંગદી દબાઇ ગઇ હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. યુવક અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ…

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં અલગ અલગ બેંકોની લોનના ભારણ વચ્ચે જિંગદી દબાઇ ગઇ હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. યુવક અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. તેના પર તેણે ઘણી બધી લોન લીધી હતી. જેના ભરવાના પૈસા બાકી હોવાથી તેના માથે દેવું વધી ગયું હતું. આખરે તેના ટેન્શનમાં તેણે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ મથક ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

માથે દેવું વધતું જતું હતું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાસે ડભોઇના નડા ગામ, ડેકી ફળીયામાં જનકભાઇ માથુરભાઇ વાળંદ (ઉં. 38) રહેતા હતા. તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા. જેનો ઉપયોગ તેઓ કરતા હતા. તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતા. આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી. આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.

અકસ્માતે નોંધ

આ વાતની જાણ પરિવારને થતા તમામ શોકાતુર બન્યા હતા. મૃતકના પરિચીત જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયા દ્વારા આ અંગે ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી. અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઇ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડભોઇ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ગોકળભાઇ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીની કોલ ડિટેઇલ મેળવતી પોલીસ

Whatsapp share
facebook twitter