+

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે SEMI FINAL નો મહાજંગ, જાણો મેચમાં કોનું પલડું ભારે

T20 વિશ્વકપ 2024 માં ભારતની ટીમ લીગ સ્ટેજ અને સુપર 8 માં શાનદાર દેખાવ કરીને હવે SEMI FINAL માં પહોંચી ગઈ છે. ભારતની ટીમ હવે વિશ્વકપ જીતવાથી ફક્ત 2 જીત…

T20 વિશ્વકપ 2024 માં ભારતની ટીમ લીગ સ્ટેજ અને સુપર 8 માં શાનદાર દેખાવ કરીને હવે SEMI FINAL માં પહોંચી ગઈ છે. ભારતની ટીમ હવે વિશ્વકપ જીતવાથી ફક્ત 2 જીત જ દૂર છે. ભારત વર્ષ 2013 બાદથી જ કોઈ ICC ટ્રોફી જીતી નથી. હવે 11 વર્ષના સમય બાદ ભારતની ટીમ પાસે મોકો છે. પરંતુ ફાઇનલમાં રમતા પહેલા ભારતની ટીમે SEMI FINAL માં ઇંગ્લેન્ડ સામે ટક્કર આપવી પડશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજરોજ SEMI FINAL નો મહા મુકાબલો રમાશે. ઉલ્લેખનીય છે કે, ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે સુપર 8 માં ખૂબ જ કાંટેદાર મુકાબલો જીતીને આવી છે. આ મેચમાં ભારત જીતવા માટે ફેવરિટ મનાઈ રહ્યું છે. ચાલો જાણીએ આજે કોણ મારશે મેચમાં બાજી

પિચ રિપોર્ટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનના પિચની વાત કરીએ તો, આ પિચને લો સ્કોરિંગ અને સ્પિન માટે અનુકૂળ મેદાન માનવામાં આવે છે. આ પિચ ઉપર ઝડપી બોલરો કરતાં સ્પિનરોને વધુ મદદ મળી છે અને બેટ્સમેનોને વધુ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. માટે આજની મેચ એક લો સ્કોરિંગ રહી શકે છે. ભારતની ટીમ પાસે અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા જેવા ઘાતક સ્પિનર છે.

ભારત અને ઇંગ્લૈંડ હેડ ટૂ હેડ

TOTAL MATCHES PLAYED : 23

INDIA WON : 12

ENGLAND WON : 11

શું વરસાદમાં ધોવાશે આજની આ મેચ

આ વિશ્વકપમાં ઘણી મેચ વરસાદમાં ધોવાઈ છે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ પર પણ આજની મેચમાં વરસાદનો પડછાયો છવાયેલો છે. હવામાન અહેવાલો અનુસાર, ગુયાનામાં સવારે વરસાદની 70 ટકા સંભાવના છે. તે જ સમયે, તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. જો કે મેચના દિવસે વરસાદ અને તોફાન આવવાની સંભાવના છે. આ મેચ જો વરસાદના કારણે ધોવાઈ જાય તો તેનો ફાયદો ભારતની ટીમને થશે. ભારતે ગ્રુપ સ્ટેજ અને સુપર-8 તેની તમામ મેચ જીતી છે. સુપર-8માં ભારતે તેની ત્રણેય મેચ જીતી છે. તેમના ખાતામાં છ પોઈન્ટ છે જ્યારે ઈંગ્લેન્ડના ખાતામાં ચાર પોઈન્ટ છે. તેના આધારે ભારત સરળતાથી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે.

સંભવિત પ્લેઇંગ 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ

ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી

આ પણ વાંચો : SA vs AFG : અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપ જીતનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટથી હરાવ્યું

Whatsapp share
facebook twitter