Points Table : IPL 2024 માં ગુરુવારની સાંજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ (Rajasthan Royals and Delhi Capitals) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) માં એક રોમાંચક મેચ રમાઈ હતી. જે મેચમાં રાજસ્થાનની ટીમે (Rajasthan Team) દિલ્હીને 12 રને હરાવ્યું હતું. દિલ્હીની હાર અને રાજસ્થાનની જીત (Rajasthan’s win) બાદ IPL Points Table માં કોઇ ખાસ ફેરફાર કરવામાં અસફળ રહી હતી. તે પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બાદ બીજા નંબરે પહોંચી ગઇ છે.
Points Table પર રાજસ્થાન બીજા ક્રમે
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (Rajasthan Royals and Chennai Super Kings) બંને ટીમો બે-બે મેચ રમી ચુકી છે અને બંનેમાં તેઓ જીત હાંસિલ કરી ચુકી છે. પોઈન્ટ ટેબલમાં CSK અને RRના 4-4 પોઈન્ટ્સ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટ (Run Rate) ને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટોપ પર છે. જ્યારે બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ હાર બાદ પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર 8 માં સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે પોઈન્ટ્સ ટેબલ પર એક મેચ રમીને હાર મેળવ્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અંતિમ સ્થાન પર છે.
ગુરુવારની મેચની જો વાત કરીએ તો આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પાસે દિલ્હીની ટીમને મોટા અંતરથી હરાવીને પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર ટોપ પર પહોંચવાની તક હતી, પરંતુ સંજુ સેમસન (Sanju Samson) ની ટીમ તેમા અસફળ રહી. ટીમ નેટ રન રેટમાં સુધારો ન કરી શકે અને ટેબલ પર બીજા સ્થાને પહોંચી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમની આ ચાલુ સીઝનમાં બીજી હાર છે, જેના કારણે તે 8માં સ્થાને પહોંચી ગઇ છે.
કેવી હતી RR vs DC મેચ?
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી, ટીમે 36ના સ્કોર પર યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને જોસ બટલરના રૂપમાં ત્રણ મોટી વિકેટો ગુમાવી દીધી હતી. આ પછી રિયાન પરાગે આર અશ્વિન સાથે ઈનિંગની કમાન સંભાળી અને બંને વચ્ચે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી થઈ. રિયાન પરાગ અંત સુધી અણનમ રહ્યો હતો. તેની 45 બોલમાં 84 રનની વિસ્ફોટક ઇનિંગના આધારે યજમાન ટીમ 185 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
લગભગ 15 મહિના બાદ ઋષભ પંતની વાપસી
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતે લાંબા સમય બાદ મેદાનમાં વાપસી કરી હતી. ફેન્સ પંતની વાપસી ધમાકેદાર રહેશે તેવી આશા રાખી રહ્યા હતા પણ થયું તેનાથી વિપરિત. રાજસ્થાનની સામે પંત માત્ર 28 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. આ પહેલા પંજાબ કિંગ્સ વિરુદ્ધ પંત 18 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં તે 13 બોલમાં 2 ચોક્કાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને ધીમા બોલમાં ફસાવીને આઉટ કર્યો હતો. ઋષભ પંત લગભગ 15 મહિના પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે.
આ પણ વાંચો – SRH vs MI ની મેચમાં બોલરોની ખૂબ થઈ ધોલાઈ, IPL માં પહેલીવાર બન્યા 500થી વધુ Runs
આ પણ વાંચો – Gujarat Football League: ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે