KATRINA KAIF CSK 2024 : IPL 2024 ને શૂરું થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. IPL ની રાહ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ જોઈને બેઠા છે. IPL માં કોઈ સૌથી સફળ અને લોકપ્રિય ટીમ હોય તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ છે અને તેની આત્મા સમાન ભારત અને વિશ્વના સૌથી સફળ કપ્તાનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે IPL માં પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. ત્યારે CSK અને ધોનીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર CSK ની ટીમે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. તે જ સમયે, CSK ટીમે તેની જર્સીનો લોગો પણ બદલ્યો છે.
કેટરીના દેખાશે CSK સંગ
IPL 2024 પહેલા CSK ની ટીમે બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કૈફને પોતાના ટીમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. સમગ્ર બાબત એમ છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે યુએઈની રાષ્ટ્રીય એરલાઇન, એતિહાદ એરવેઝ સાથે સ્પોન્સરશિપ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે, તે જ સમયે કેટરીના એતિહાદ એરવેઝની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કેટરીના વર્ષ 2023માં એતિહાદ એરવેઝ સાથે જોડાયેલી હતી.
ઘણી બ્રાન્ડ્સને ENDORSE કરી ચૂકી છે કેટરીના
બોલીવુડમાં તેની લોકપ્રિયતા અને દેખાવના કારણે કેટરીના કૈફે ઘણી વધુ બ્રાન્ડને પ્રમોટ કરી છે. અભિનેત્રી વર્ષ 2009માં પેન્ટેન શેમ્પૂની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. તે વર્ષ 2017 માં કેટરીના લેન્સકાર્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. તે જ સમયે, કેટ મેડીમિક્સ, સુગર ફ્રી, ઇમામી, ટ્રોપિકાના જેવી ઘણી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી છે. તે જ સમયે, વર્ષ 2023 માં એતિહાદ એરવેઝમાં જોડાતા પહેલા, અભિનેત્રી વર્ષ 2010 માં પણ આ એરલાઇન સાથે સંકળાયેલી હતી.
CSK ટીમની જર્સી પર દેખાશે એતિહાદ એરવેઝ
ચેન્નાઈ સુપર કિંગ્સ એતિહાદ એરવેઝમાં જોડાયા બાદ હવે ટીમની જર્સી પર UAE ની રાષ્ટ્રીય એરલાઇનનું નામ દેખાશે. સ્પોન્સરશિપ ડીલ પર હસ્તાક્ષર કરવા સાથે, CSKની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચો — IND VS ENG : ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ બહાર તો બિહારના યુવા ખેલાડીને મળી તક