Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND VS ENG : ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ બહાર તો બિહારના યુવા ખેલાડીને મળી તક

04:43 PM Feb 10, 2024 | Harsh Bhatt

ભારતીય ટીમની જાહેરાત કરાઇ : ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ શ્રેણી ચાલ છે. જેમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૈંડનો વિજય થયો હતો જ્યારે દ્વિતીય ટેસ્ટમાં ભારતે બાજી મારી હતી. હજી આ સિરીઝમાં ત્રણ મેચ બાકી છે. હવે બાકીની ત્રણ ટેસ્ટ માટે BCCI દ્વારા ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો નથી, ત્યારે નવા પ્લેયર્સને તક આપવામાં આવી છે.

ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા નીચે મુજબ છે

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), કેએસ ભરત (WK), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, એક્સર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

બિહારના આકાશ દીપને તક મળી

ઇંગ્લૈંડ સામેની શ્રેણીનીમાં છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં બિહારના એક હોનહાર બોલરને તક આપવામાં આવી છે. બિહારના ફાસ્ટ બોલર આકાશ દીપને ઇંગ્લૈંડ સામે ટેસ્ટમાં તક આપવામાં આવી છે. આકાશ દીપને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા આકાશ દીપ ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમતા જોવા મળ્યો હતો. જેમાં આકાશ દીપે પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આકાશને ટીમ ઈન્ડિયામાં બેકઅપ ફાસ્ટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

શાનદાર રહ્યું છે આકાશ દીપનું પર્ફોમન્સ 

આકાશ દીપ બિહાર તરફથી રણજી ટ્રોપી રમે છે અને IPL  માં બેંગ્લોર તરફથી  રમે છે. તાજેતરમાં આકાશ દીપનો ઇંગ્લૈંડ લાયનસ સામે દેખાવ ખૂબ જ સારો રહ્યો છે. તેને ઇંગ્લૈંડ લાયનસ  સામે 3 ટેસ્ટમાં 18 વિકેટ ઝડપી છે. વધુમાં રણજી ટ્રોફી 2022-23 માં પણ શાનદાર દેખાવ કરતાં 20 ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલી આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર શ્રેણીની બાકીની ત્રણ મેચોમાંથી બહાર રહેશે. BCCI વિરાટ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે. આ સિવાય કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ભાગીદારી પણ બીસીસીઆઈની મેડિકલ ટીમને આધીન છે.

આ પણ વાંચો — જયસુર્યા-સંગાકારા જેવા દિગ્ગજ જે ન કરી શક્યા તે આ શ્રીલંકાના બેટ્સમેને કરી બતાવ્યું