Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત વિ. પાકિસ્તાન કોણ જીતશે ? વર્લ્ડ કપ ભારતમાં રહેશે કે વિદેશ જશે ? ટિપર કમ બુકી અમિત મજેઠીયાની ધારણા

11:23 AM Oct 14, 2023 | Bankim Patel

જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેનો આજે અંત આવશે. 11 વર્ષ બાદ ભારત વિ. પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે આજે અમદાવાદ ખાતે કાંટાની ટક્કર થવા જઈ રહી છે. આજની મેચ રોમાંચથી ભરપૂર રહેશે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300-325થી વધુ રનનો લક્ષ્યાંક આપશે. આ ધારણા વ્યક્ત કરી છે ક્રિકેટ જગતના પ્રથમ ટિપર અમિત મજેઠીયા (Amit Majithia) ઉર્ફે અમિત CBTF એ.

કોણ જીતશે ?

ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં મેચ રમનારી છે. ક્રિકેટ વિશ્વના પ્રથમ ટિપર કમ બુકી અમિત મજેઠીયા ઉર્ફે અમિત CBTF (Cricket Betting Tips Free) ના જણાવ્યાનુસાર મેચ રસાકસીથી ભરપૂર રહેશે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300-325થી વધુ રન ખડકશે. મેચ દરમિયાન એક તબક્કે ભારત હારી જશે તેવી સ્થિતિનું નિર્માણ પણ થશે. અંતે ભારત જીત નોંધાવશે. ભારતને આજની મેચમાં વિજેતા બનવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે.

કેવી રીતે આપે છે ટિપ્સ ?

અત્યાર સુધીમાં 10 વર્લ્ડ કપ માં અને 10 IPL માં અમિત સીબીટીએફ (Amit CBTF) ની 85 થી 90 ટકા ધારણા સાચી પડી છે. ભૂતકાળમાં રમાયેલી ટુર્નામેન્ટના પરિણામ, ગ્રાઉન્ડ હિસ્ટ્રી, ખેલાડીઓની ક્ષમતા સહિતના પાસાઓનો અભ્યાસ કરીને અમિત મજેઠીયા ટિપ્સ આપતા હોવાનો દાવો કરે છે. અમિત મજેઠીયા એક માત્ર એવા ટિપર કમ બુકી () છે. જેના સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

વર્લ્ડ કપ કોણ લઈ જશે ?

વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 (World Cricket Tournament 2023) માં અંતિમ તબક્કાની મેચોમાં ભારત, દક્ષિણ આફ્રિકા (South Africa) સહિતની ટીમો પહોંચી શકશે. ફાઈનલમાં વિજેતા બનવા માટે બે ટીમ વચ્ચે કાંટાની ટક્કર રહેશે અને તે છે ભારત અને સાઉથ આફ્રિકા. અમિત CBTF ના અનુમાન અનુસાર વર્લ્ડ કપ ભારતના આંગણે રહેશે અથવા તો સાઉથ આફ્રિકા કપ લઈ જશે.

આ પણ વાંચો – આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup 2023 ની સૌથી હાઈ વોલ્ટેજ મેચ, ટોસ બંને ટીમો માટે રહેશે ખાસ

આ પણ વાંચો – World Cup 2023 : સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો, કોઇએ ન રોક્યો…! જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.