ઈંગ્લેન્ડના ક્રિકેટર અને હેમ્પશાયરના કેપ્ટન જેમ્સ વિન્સનો પરિવારને કોઇની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેના જીવનની તમામ સુખ-શાંતિ છીનવાઈ ચુકી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પોતાનું વતન એટલે કે સાઉથમ્પટન છોડવાની ફરજ પડી છે. ઈંગ્લેન્ડ માટે 13 ટેસ્ટ, 25 વનડે અને 17 T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા જેમ્સ વિન્સનના મકાન પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. પહેલો હુમલો 15 એપ્રિલ, 2024ના રોજ થયો હતો, જ્યારે 33 વર્ષીય વિન્સ રાત્રે તેની પત્ની સાથે સૂતો હતો ત્યારે અચાનક એલાર્મ વાગતાં તે જાગી ગયો હતો. ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા, વિન્સે કેવી રીતે તોડફોડના કારણે એલાર્મ વાગ્યો અને તે ઝબકીને ઝાગી ગયો હતો. જો કે મધ્યરાત્રિમાં શું થઈ રહ્યું હતું તે અંગે તેને કોઈ ખ્યાલ ન હતો. પણ એલાર્મ વાગ્યો તો હું સીધા જ મારા બાળકો સલામત છે કે કેમ તે જોવા તેમના તરફ દોડ્યો હતો.
આ પણ વાંચો : Controversy: ભારતીય ટીમના આ ભૂતપૂર્વ ખેલાડીઓ સામે નોંધાઈ FIR
કોણ અને શા માટે હુમલો કરી રહ્યું છે?
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક અજાણ્યો હુમલાખોર વિન્સના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો અને વાહનો અને ઘરને નિશાન બનાવી રહ્યો છે. પોલીસ આવી ત્યાં સુધીમાં હુમલાખોરે બધુ નષ્ટ કરી દીધું હતું. એક પાડોશીએ ઘટનાસ્થળેથી દૂર પાર્ક કરેલી કાર જોઈને જાણ કરી. ઘરના રિપેરિંગ અને ડરના કારણે વિન્સને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી. જો કે ઘર રિપેર થયું અને પોતાના ઘરે પાછા ફર્યાના માંડ એક અઠવાડિયા પછી, 1 મેના રોજ ફરી બીજો હુમલો થયો. આ વખતે વિન્સ જાગતો હતો ત્યારે હુમલાખોરો પ્રવેશ્યા હતા. પરંતુ ઘરમાં ગતિવિધિ જોઈ હુમલાખોરો ઝડપથી ત્યાંથી નીકળી ગયા હતા. હુમલાખોરોએ ઇંટોનો ઉપયોગ કર્યો. જેનાથી ફરી એકવાર કાર અને ઘર બંનેની બારીઓ તોડી નાખી.
આ પણ વાંચો – ICC Rankings: યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ, આ સ્ટાર ખેલાડીને થયું નુકસના
તે રાત્રે ક્રિસ વુડ ડિનર પર આવ્યો હતો
જેમ્સ વિન્સે જણાવ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે તેની ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સાથી ક્રિસ વુડ મધ્યરાત્રિએ રાત્રિભોજન પછી પરત ફરી રહ્યા હતા. આ ઘટનાઓએ જેમ્સ વિન્સ અને અધિકારીઓને પણ આંચકો આપ્યો છે. પોલીસ, અંગત સુરક્ષા કર્મચારીઓ અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વ્યાપક તપાસ કરવા છતાં કોઈ સુરાગ મળ્યો ન નથી. હુમલા સંયોગાત્મક રીતે એવા દિવસોમાં થયા જ્યારે હેમ્પશાયરમાં ઘરેલું મેચો હતી. સુરક્ષા પગલાં વધારવા છતાં, પરિવાર ત્રીજા હુમલાના ભયમાં રહે છે. વિન્સે કહ્યું, “અમે એ જ વસ્તુ ફરીથી થવાનું જોખમ લેવા માંગતા નથી. મારી પત્ની અથવા મારા બાળકો તેમાંથી ફરી પસાર થાય તેવું હું ઇચ્છતો નથી.
આ પણ વાંચો – ક્રિકેટ જગતમાંથી આવ્યા Bad News, પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી
હવે વિન્સે લોકોને અપીલ કરી
પરિવાર હવે મદદ માટે લોકો તરફ વળ્યો છે, એવી આશામાં કે કોઈ હુમલાખોરોને ઓળખી શકે અથવા રહસ્ય ઉકેલી શકે તેવી માહિતી હોય. જેમ્સ વિન્સે વિનંતી કરી છે. ‘જો કોઈને કંઈપણ ખબર હોય, અથવા હુમલાના ફૂટેજમાં કંઈપણ દેખાય જે કંઈપણ પરિણમી શકે, તો કૃપા કરીને અમારો અથવા હેમ્પશાયર પોલીસનો સંપર્ક કરો. ‘શું ચાલી રહ્યું છે તે જાણવા અને આપણું જીવન સામાન્ય કરવા માટે આ માહિતીનો છેલ્લો ભાગ હોઈ શકે છે.’
આ પણ વાંચો – ASIA CUP માં ભારતની ટીમ પાકિસ્તાન સામે આ દિવસે ટકરાશે, વાંચો અહેવાલ