Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Suryakumar Yadav: ફઘાનિસ્તાન સામે સૂર્યાએ ફટકારી શાનદાર અડધી સદી

10:44 PM Jun 20, 2024 | Hiren Dave

Suryakumar Yadav : ભારતીય ટીમ અત્યારે અફઘાનિસ્તાન સામે મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યાએ 32 રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી

ભારતીય ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને ઋષભ પંત પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા 180થી વધુ રન બનાવવામાં સફળ રહી છે.

સૂર્યાએ કેએલ રાહુલની બરાબરી કરી હતી

સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. તેણે અમેરિકા સામેની મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે 28 બોલમાં 53 રન બનાવ્યા હતા, જેમાં તેણે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ તેનો 5મો ફિફ્ટી પ્લસ સ્કોર છે. તેણે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે T20 વર્લ્ડ કપમાં પાંચ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે. T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવવાના મામલે વિરાટ કોહલી નંબર વન પર છે. તેણે 14 અડધી સદી ફટકારી છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ફિફ્ટી

વિરાટ કોહલી- 14 વખત
રોહિત શર્મા- 10 વખત
કેએલ રાહુલ- 5 વખત
સૂર્યકુમાર યાદવ- 5 વખત
ગૌતમ ગંભીર- 4 વખત
યુવરાજ સિંહ- 4 વખત

 

આ પણ  વાંચો  – IND vs AFG: નવીન ઉલ હકના બોલ પર વિરાટે મારી સિક્સર, જોતા રહી ગયા બાંગ્લાદેશી ખેલાડી

આ પણ  વાંચો  – BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમો આવશે ભારત

આ પણ  વાંચો  – CRICKET જગતમાં શોકનો માહોલ,આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા