Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BCCI : Indian Team Head Coach બનવા કોણ કરી શકે છે અરજી, જાણો કેટલો મળશે પગાર

01:14 PM May 14, 2024 | Hiren Dave

BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વિશ્વકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાના નવા હેડકોચ (Indian Team Head Coach )પદ માટે અરજીઓ માંગી છે. ટીમ ઈન્ડિયાને (TEAM INDIA)જલ્દી નવા હેડકોચ મળી શકે છે. ટીમ ઈન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડ(RAHUL DRAVID)ની પાસે ફરી અરજી કરવાનો અવસર છે. તે તેમના કાર્યકાળને વધારી શકે છે.T20 વિશ્વકપ 2024માં રાહુલ દ્વવિડ ટીમ ઈન્ડિયાના હેડકોચ રહેવાના છે પણ સાથે આ ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમના હેડકોચ બદલાઈ શકે છે.

આ દિવસ સુધી સ્વીકારવામાં આવશે અરજી

BCCI’ના અનુસાર ટીમ ઈન્ડિયાના હેડકોચના પદ માટે અરજી 27મે સાંજે 6 વાગ્યા સુધી જમા કરી શકાશે. હેડકોચ માટે કરાયેલી અરજી પર સમીક્ષા કરાશે. આ પછી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન કરાશે. BCCI એ T20 વિશ્વકપ માટે પહેલાથી ટીમ ઈન્ડિયાના નવા હેડકોચની શોધ શરૂ કરી છે કેમકે જૂનમાં જ રાહુલ દ્વવિડનો કાર્યકાળ સમાપ્ત થશે. તો અન્ય તરફ બીસીસીઆઈએ રાહુલ દ્વવિડ માટે પણ પસંદગી કાયમ રાખી છે.

ટીમ ઈન્ડિયાના હેડકોચ બનવા માટે BCCIની શરતો

BCCI અનુસાર  હેડકોચ બનવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અથવા 50 ODI મેચ રમી હોવી જોઈએ. અથવા ઉમેદવાર ઓછામાં ઓછા 2 વર્ષ માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા દેશનો મુખ્ય કોચ હોવો જોઈએ. અથવા ઉમેદવાર 3 વર્ષ માટે કોઈપણ એસોસિયેટ મેમ્બર ટીમ-કોઈપણ IPL ટીમ અથવા આવી કોઈપણ લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા કોઈપણ દેશની A ટીમનો કોચ હોવો જોઈએ. આ સિવાય BCCI લેવલ-3 કોચિંગ સર્ટિફિકેટ ધારક પણ અરજી કરી શકે છે. પરંતુ ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

જો તમે હેડ કોચ બનશો તો તમને કેટલો પગાર મળશે?

અહેવાલો અનુસાર, મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ફી તરીકે વાર્ષિક 10 કરોડ રૂપિયા મળે છે. તે જ સમયે, નવા મુખ્ય કોચનો પગાર હજી નક્કી થયો નથી. બીસીસીઆઈએ કહ્યું છે કે આ વખતે તેઓ ઉમેદવારો સાથે વાટાઘાટ કરશે અને અનુભવના આધારે જ પગાર નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ 2021 પછી રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી, તેમનો બે વર્ષનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ 2023 પછી સમાપ્ત થયો હતો. પરંતુ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જો કે, તે હજુ પણ મુખ્ય કોચ બનવા માટે અરજી કરી શકે છે.

 

રાહુલ દ્રવિડ મુખ્ય કોચ ક્યારે બન્યા?

રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં સિનિયર પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. 2023માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ BCCIએ થોડા દિવસો માટે કાર્યકાળ લંબાવ્યો હતો. રાહુલ દ્રવિડની સાથે કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેનો સમાવેશ થાય છે. જેમ કે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ પદ માટે ફરીથી અરજી કરી શકે છે.

 

આ પણ  વાંચો – Cricket : ક્રિકેટના ઇતિહાસમા પહેલી વખત આ ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

આ પણ  વાંચો – Netherlands SQUAD : T20 વર્લ્ડ કપ માટે નેધરલેન્ડે ટીમની જાહેરાત,આ ખેલાડીનું પત્તુ કપાયું

આ પણ  વાંચો – GT vs KKR: વરસાદે ગુજરાત ટાઇટન્સનું સપનું ધોયું, GT નિરાશા સાથે પ્લેઓફમાંથી બહાર