Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

INDvsENG Test : ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને અજેય લીડ મેળવી

05:54 PM Feb 26, 2024 | Hiren Dave

IND vs ENG Test: રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ( INDvsENG Test)સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો શુભમન ગિલ( Shubman Gill) 52 રન અને ધ્રુવ જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

 

 

 

રોહિતે ફિફ્ટી ફટકારી

ચેઝ કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) અને યશસ્વી જયસ્વાલે 84 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટરોએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંનેએ મળીને 40 રન જોડ્યા હતા. ત્રીજા દિવસ પછી એવું લાગતું હતું કે ભારત આસાનીથી મેચ જીતી જશે, પરંતુ ચોથા દિવસે ઇંગ્લિશ બોલરોએ પોતાની પકડ વધુ મજબૂત કરી અને અડધી ભારતીય ટીમને 120ના સ્કોર પર પેવેલિયન પરત કરી દીધી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી.

 

ભારતે સતત 17મી સીરિઝ જીતી

ભારતીય ટીમની આ ઘરઆંગણે સતત 17મી સીરિઝ જીત છે. વર્ષ 2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ (England cricket team ) સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે પછી રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 38માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

શોએબ બશીરે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી

લંચ બાદ શોએબ બશીરે સતત 2 બોલ પર રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાનને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી હતી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગિલે 2 છગ્ગાની મદદથી ફિફ્ટી (52*) ફટકારી હતી. જ્યારે જુરેલે 2 ચોગ્ગાની મદદથી 39* રન બનાવ્યા હતા.

ચોથા દિવસે ભારતની મુશ્કેલી વધી

ઇંગ્લેન્ડે આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતમાં જબરદસ્ત લયમાં જોવા મળી હતી. ત્રીજા દિવસના અંતે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા હતા. હવે ભારતને જીતવા માટે 152 રનની જરૂર હતી. પરંતુ ચોથા દિવસે બાજી પલટી ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે પાર્ટ ટાઈમ સ્પિનર ​​જો રૂટના બોલ પર જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલે 5 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. યશસ્વીના આઉટ થયાના થોડા સમય બાદ રોહિતે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રોહિત 55 રન બનાવીને ટોમ હાર્ટલીના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ભારતે રજત પાટીદારની વિકેટ પણ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

 

આ પણ  વાંચો  – Rohit Sharma એ સરફરાઝને કહ્યું- ‘હીરો બનવાની જરૂર નથી…’, દિલ્હી પોલીસે શેર કર્યો Video…

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ