ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ આજે ગકેબેરડાના સેંટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટૉસ જીતીને સાઉથ આફ્રિકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી અને ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ માત્ર 4 રન બનાવીને આઉટ થયો છે. જ્યારે તિલક વર્મા (Tilak Varma) પણ માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. આ સમાચાર લખાય ત્યાં સુધી ટીમ ઇન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન થયો છે. સાંઇ સુદર્શન (36*) અને કેપ્ટન કે.એલ. રાહુલ (1*) હાલ ક્રિઝ પર છે.
સાઉથ આફ્રિકાની બોલિંગની વાત કરીએ તો નાંદ્રે બર્ગરે 6 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે લિઝાદ વિલિયમ્સ અને બ્યુરન હેન્ડ્રિક્સને કોઈ સફળતા મળી નથી. જણાવી દઈએ કે, ટી20 ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા રિંકુ સિંહ આ મેચમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ભારતીય ટીમે તેને ડેબ્યૂ કેપ આપી છે. રિંકુને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં ટીમનો ભાગ બનેલો શ્રેયસ અય્યર ટેસ્ટ શ્રેણીની તૈયારીઓને કારણે બાકીની વનડે રમશે નહીં. હવે રિંકુ ટીમમાં ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન:
ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, કે.એલ. રાહુલ (C અને WK), રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન:
ટોની ડી ઝોર્ઝી, રિઝા હેન્ડ્રિક્સ, રાસી વેન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન (WK), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રિક્સ
આ પણ વાંચો – IPL 2024 AUCTION માં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સની બલ્લે બલ્લે, MITCHELL STARC એ તોડ્યો PAT CUMMINS નો રેકોર્ડ