+

Go First ને ખરીદશે સ્પાઇસ જેટ! કંપનીએ દાખવ્યો રસ, કંપનીના શેરમાં આજે આટલો થયો ઉછાળો

સ્પાઇસ જેટ (Spicejet) એરલાઇન્સ હવે ગો ફર્સ્ટ (Go First) ને ખરીદવાની યોજના બનાવી રહી છે. મંગળવારે સ્પાઇસ જેટે જણાવ્યું હતું કે, કંપનીએ ગો ફર્સ્ટને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો છે. અહેવાલ…

સ્પાઇસ જેટ (Spicejet) એરલાઇન્સ હવે ગો ફર્સ્ટ (Go First) ને ખરીદવાની યોજના બનાવી રહી છે. મંગળવારે સ્પાઇસ જેટે જણાવ્યું હતું કે, કંપનીએ ગો ફર્સ્ટને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો છે. અહેવાલ મુજબ, ગો ફર્સ્ટને ટેકઓવર કરવાની સ્પાઇસ જેટે દરખાસ્ત રજૂ કરી છે. જણાવી દઈએ કે 3 મે, 2023થી ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગો ફર્સ્ટને પ્રેટ એન્ડ વ્હીટની એન્જિન સમસ્યાઓના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીથી કંપનીને નાદારી સમાધાન પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્પાઇસ જેટે તેની નિયામત ફાઇલિંગમાં જણાવ્યું કે તે ગો ફર્સ્ટના નાદારી સમાધાન પ્રોફેશનલ સાથે મીટિંગમાં રસ ધરાવે છે અને એરલાઇનના અધિગ્રહણ માટે ઓફર સબમિટ કરવા માગે છે.

સ્પાઇસ જેટના શેરમાં તેજી

આ નિવેદન પછી સ્પાઇસ જેટના શેરોમાં તેજી જોવા મળી હતી. આજે બીએસઈ પર કંપનીના શેર 2 ટકા વધીને રૂ. 66.08 પ્રતિ શેર પર બંધ આવ્યો છે. જ્યારે ઇન્ટ્રા ડેમાં રૂ. 68 ની સપાટી વટાવી હતી. માહિતી છે કે, તાજેતરમાં કંપનીના બોર્ડે તેની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા અને વિકાસ યોજનાઓમાં રોકાણ કરવા માટે આશરે US ડોલર 270 મિલિયનની નવી મૂડી એકત્ર કરવાની પ્રક્રિયાને મંજૂરી આપી છે અને તેની શરૂઆત પણ કરી દીધી છે.

 

આ પણ વાંચો –  Bank Holidays : હવે બેંકો સતત 5 દિવસ બંધ રહેશે !, નાતાલને કારણે આ સ્થળોએ રજા જાહેર કરવામાં આવી…

 

Whatsapp share
facebook twitter