Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SPG ડિરેક્ટર Arun kumar sinha નું નિધન, ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

11:56 AM Sep 06, 2023 | Hiren Dave

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (SPG)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હા (Arun kumar sinha)નું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. SPG દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

 

1988ની કેરળ કેડરના IPS અધિકારી હતા

માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના IPS અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો. અરુણા કુમાર સિન્હા 2016થી SPG (Special Protection Group)ના ચીફ પદે તહેનાત હતા. તેમને લીવરમાં તકલીફ હતી અને 4 સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

કેરળ પોલીસના અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા છે તહેનાત

સિન્હાએ તેમનો અભ્યાસ ઝારખંડમાં કર્યો હતો. તે કેરળ પોલીસમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો પણ સંભાળ્યા હતા.

આ  પણ  વાંચો -PM મોદી આજે ઈન્ડોનેશિયાના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ