Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ યુક્રેન જવા રવાના: યુક્રેનથી રાત્રે દિલ્હીમાં ઉતરશે

06:01 PM Apr 22, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે યુધ્ધ સુધી પહોંચવાની તૈયારીમાં છે ત્યારે યુક્રેનમાં ભારતના 20,000થી વધુ નાગરિકો ફસાયેલા છે અને તે મુદ્દે ભારત સતત ચિંતિત છે. આ પરિસ્થિતિમાં યુક્રેન થી ભારતીય નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ આજે સવારે ભારતથી મોકલવામાં આવી છે. 
યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લઇ આવવા માટે છેલ્લા ઘણા દિવસોથી ભારત તૈયારી કરી રહ્યું હતું ત્યારે તણાવ વધતા આજે મંગળવારે એર ઈન્ડિયાની વિશેષની વિશેષ ફ્લાઇટ સવારે ભારતથી યુક્રેન માટે રવાના થઇ છે જે આજે રાત્રે દિલ્હીમાં ઉતરશે. 
યુક્રેન કટોકટી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાકીદની બેઠકમાં ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરતા કહ્યું કે યુક્રેન-રશિયા સરહદ પર વધી રહેલો તણાવ ગંભીર ચિંતાનો વિષય છે અને આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને અસર કરી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈકાલે રાત્રે પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી હતી અને ત્યાં તેમના સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા: ભારત 
રશિયા-યુક્રેન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠકમાં ભારતે કહ્યું કે, રશિયા સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ ઊંડી ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમો આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની ક્ષમતા ધરાવે છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવા હાકલ કરીએ છીએ. અમે માનીએ છીએ કે, રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે. નાગરિકોની સલામતી જરૂરી છે. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગો અને સરહદી વિસ્તારોમાં રહે છે અને અભ્યાસ કરે છે. ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.