Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ

01:46 PM Apr 29, 2024 | Hardik Shah

Umesh Makwana Controversial Statements : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) દરમિયાન ક્ષત્રિયો પર વિવાદાસ્પદ નિવેદનો (Controversial Statements) નો જાણે દૌર શરૂ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક વિવાદિત નિવેદનો (Controversial statements) સામે આવી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ક્ષત્રિય સમાજ પર વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું તે પછી આજે વધુ એક નેતાએ રાજા-રજવાડાઓ વિશે ઝેર ઓક્યું છે.

ભાવનગરથી AAPના ઉમેદવાર Umesh Makwana નો મોટો બફાટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓ પર શનિવારના રોજ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ આજે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત દરમિયાન ભાવનગરથી AAPના ઉમેદવાર ઉમેશ મકવાણા (Umesh Makwana) એ મોટો બફાટ કર્યો છે. ભાવનગરમાં INDI ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કહ્યું કે, રાજા-રજવાડાઓ અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા. તેટલું જ નહીં તેમણે આગળ કહ્યું કે, અંગ્રેજો ભારત આવ્યા અને સાથે અફીણ લાવ્યા જેની લત તેમણે રાજા-રજવાડાઓને લગાડી હતી. આ બફાટ બાદ જ્યારે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે તેમના નિવેદન અંગે ફરીથી પુછ્યું તો પણ તેમણે તે જ જવાબ આપ્યો. તેમણે આ દરમિયાન પરશોત્તમ રૂપાલા પર કટાક્ષ કરતા કહ્યું કે, હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માંગું. પહેલા જ ક્ષત્રિય સમાજ પર વિવાદસ્પદ નિવેદન આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજપૂત સમાજને ગુસ્સો અપાવી ચુક્યા છે ત્યા તો હવે INDI ના ઉમેદવાર ઉમેશ મકવાણાનો બફાટ એક મોટી મુસિબતને આમંત્રણ આપે તો નવાઈ નથી.

  • ભાવનગરના INDIના ઉમેદવાર ઉમેશ મકવાણાનો મોટો બફાટ
  • રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા: ઉમેશ મકવાણા
  • ભાવનગરથી AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાનો મોટો બફાટ
  • ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં આપ્યું વિવાદિત નિવેદન
  • અંગ્રેજો ભારત આવ્યા અફીણ લાવ્યા, અફીણનો નશો કરાવ્યોઃ ઉમેશ મકવાણા
  • અંગ્રેજોએ રાજા-રજવાડાને અફીણ ખાતા કરી દીધા: ઉમેશ મકવાણા
  • ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ
  • હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માગુઃ ઉમેશ મકવાણા
  • વારંવાર શું કામ ક્ષત્રિયોને જ ટારગેટ કરવામાં આવે છે?: ઉમેશ મકવાણા
  • જે રજવાડા થકી અખંડ ભારતનું નિર્માણ એ જ ક્ષત્રિયનું સમાજનું અપમાન કેમ?

વારંવાર ક્ષત્રિય સમાજ જ કેમ ટાર્ગેટમાં ?

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક વખત ટિપ્પણી આપ્યા બાદ તેમણે વારંવાર જાહેર મંચ પરથી પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી છે. કહેવાય છે કે, ભૂલ થઇ હોય તો માફી માંગવામાં માણસ નાનો થઇ જતો નથી. પણ આવું INDI ગઠબધનના નેતાઓને કોણ સમજાવે. એક પછી એક ક્ષત્રિય સમાજ પર વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે અને વિવાદના વંટોળને ઉગ્ર બનાવી રહ્યા છે. પણ હવે સવાલ એ થઇ રહ્યો છે કે વારંવાર શું કામ ક્ષત્રિયોને જ ટાર્ગેટ કરવામાં આવે છે? જે રજવાડા થકી અખંડ ભારતનું નિર્માણ થયું એ જ ક્ષત્રિય સમાજનું અપમાન કેમ?

કોણ છે ઉમેશ મકવાણા?

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. અને તેઓ આ બેઠક પરથી જીત્યા પણ હતા. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. બોટાદના ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. ઉમેશ મકવાણા ગુજરાતની કોળી સમાજથી આવે છે. તેમનો જન્મ બોટાદમાં થયો હતો. તેમણે BA નો અભ્યાસ કર્યો છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી. તેમણે તેમની પહેલ માનવતા સેવા રથ હેઠળ ભારતમાં COVID-19 લોકડાઉન દરમિયાન 6 લાખથી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું.

રાહુલ ગાંધી રાજા-રજવાડાઓ પર શું બોલ્યા હતા ?

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તેમના એક ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે, ‘પહેલાં દેશમાં રાજા-રજવાડાઓનું શાસન હતું. તેઓ જે મનમાં આવે તે કરી લેતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તેઓ બળજબરીથી લઈ લેતા હતા.’ રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજપૂત સમુદાયમાં રોષ ફેલાયો છે. રાજપૂત સમાજ કહે છે કે શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને સરમુખત્યાર માને છે. રાજપૂત સમાજના રાજાઓ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કામ કરતા હતા. તેમની રક્ષા માટે તેમણે પોતાનો જીવ પણ આપી દીધો છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.

વધુ જાણકારી માટે નીચે આપેલો Video જુઓ

આ પણ વાંચો – રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

આ પણ વાંચો – Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ