Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાદરા ખાતે ઈદના ઝુલુસમાં કેટલાક યુવકોનું ખુલ્લી તલવારો અને મારક હથિયારો સાથે પ્રદર્શન, પોલીસે નોંધ્યો ગુનો

01:15 PM Sep 30, 2023 | Vishal Dave

અહેવાલઃ વિજય માલી, પાદરા 

પાદરામાં થયેલા કોમી છમકલામાં એક આપત્તિજનક વિડીયો સામે આવ્યો છે. જ્યાં ઈદના ઝુલુસમાં કેટલાક યુવકો તલવારો અને મારક હથિયારોનું પ્રદર્શન કરતા નજરે ચઢ્યા છે. આ વિડીયો અને અન્ય ફૂટેજના આધારે પાદરા પોલીસે હથિયારોનું પ્રદર્શન કરનાર તત્વો સામે અલગથી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વડોદરાના પાદરા ટાઉનમાં ગત રોજ ઇદના પર્વનિમિતે મુસ્લીમ સમુદાય દ્વારા ઈદનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન અંબાજી તળાવ પાસે કેટલાક હિંદુ યુવકો પ્રસાદનું વિતરણ કરતા હતા ત્યારે વાંધાજનક ઈશારા કરીને ડીજેમાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડતા મામલો બીચકયો હતો.અને બે કોમના ટોળાઓ સામસામે આવી જતા મામલો બીચકયો હતો.

ખુલ્લી તલવારો અને મારક હથિયારો સાથે નાચી રહેલા યુવકોનો વીડિયો

ઘટના બાદ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જયારે ઘટના સંદર્ભે પાદરા પોલીસે 13 લોકો વિરુદ્ધ નામ જોગ અને 40 ના ટોળા વિરુદ્ધ રાયોટીંગ અને ચેનની લૂંટની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી 22 જેટલા શકમંદો ને રાઉન્ડ અપ કર્યા છે. દરમિયાન વધુ એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જ્યાં ઝુલુસમાં શામેલ કેટલાક યુવકો તલવારના કરતબો કરતા નજરે ચઢ્યા છે. ખુલ્લી તલવારો અને મારક હથિયારો સાથે નાચી રહેલા યુવકોનો વિડીયો સામે આવતા પોલીસે તેઓ સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

ઝુલુસ સરઘસ નીકળ્યાં બાદ વિવાદિત સૂત્રોચ્ચારમાં ” ગુસ્તાખે નબી કી એક સજા સર તન સે જુદાના ” નાં નારા લગાવ્યા હતા જેને લઇ આ વિડિયો સોશીયલ મિડીયામાં ખુબ વાઇરલ થયો હતો. જેની પુષ્ટિ હાલ Gujarat First News નથી કરતું…

ઝુલુસમાં હથિયારોનું પ્રદર્શન શા માટે ?

મહત્વનું છે કે ઝુલુસમાં હથિયારોનું પ્રદર્શન શા માટે ? શાંતિપૂર્ણ આયોજન હોય તો તલવાર સહીત મારક નગ્ન હથિયારો નું પ્રદર્શન સાથે યુવકો ઝુલુસમાં શું કરતા હતા ? શું હથિયારો સાથે રાખીને વાતાવરણ ડહોળવાનું અને અરાજકતા ફેલાવવા નું પૂર્વ આયોજિત કાવતરું હતું ? આ તમામ પાસાઓની તપાસ થાય તો સાચા આરોપીઓ સામે આવી શકે છે. આ બાબતે નો વીડિયો વાયરલ થયો રહ્યો અને ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.. ત્યારે અમે આ વીડિયો અંગે પુષ્ટિ કરતા નથી.

નોંધઃ આ વીડિયોની સત્યતાને લઇને ગુજરાત ફર્સ્ટ કોઇપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી