+

Social media platforms : Google, YouTube અને Instagram દ્વારા થઈ રહી છે જાસૂસી

Social media platforms : જો તમે સોશિયલ મીડિયા યૂઝર્સ છો તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે કારણ કે, તેમારા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) જેવા કે, ગૂગલ,…

Social media platforms : જો તમે સોશિયલ મીડિયા યૂઝર્સ છો તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે કારણ કે, તેમારા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) જેવા કે, ગૂગલ, યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા યૂઝર્સની જાસૂસી કરવામાં આવી રહી છે. જોકે, જાસૂસીના કામને થર્ડ પાર્ટી કંપનીઓ અંજામ આપી રહી છે. એનો અર્થ એ કે, તેમાં સોશિયલ મીડિયા કંપનીઓ સામેલ નથી. જે કંપનીઓ દ્વારા યૂઝર્સની જાસૂસી કરવામાં આવી રહી છે તેમાં ઈટલી, સ્પેન અને UAEની કંપનીઓ સામેલ છે.

 

આ ફાઈલ્સની થઈ રહી છે જાસૂસી

અહેવાલ પ્રમાણે Android, iphone અને વિન્ડોઝ ડિવાઈસ દ્વારા સ્પાયવેરના કામને અંજામ આપવામાં આવી રહ્યો છે. સ્કેમર્સ એન્ડ્રોઈડ અને iphone યૂઝર્સ દ્વારા ડિવાઈસનું લોકેશન, ફોટા, મીડિયા, કોન્ટેક્ટ, કેલેન્ડર, ઈમેઈલ, SMS, સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન્સની એક્સેસ પ્રાપ્ત કરી લે છે. આ સાથે જ માઈક્રોફોન, કેમેરા અને સ્ક્રીનશોટ પણ પોતાના કબજામાં લઈ લે છે. જેના દ્વારા યુઝર્સની દરેક ગતિવિધિઓ પર નજર રાખવા આવી રહી છે.

 

આ કંપનીઓથી રહેવું સતર્ક

  •  RCS Labs
  •  IPS Intelligence
  •  Variston IT
  •  TrueL IT
  • Protect Electronic Systems
  •  Negg Group
  •  Mollitiam Industries

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કરવામાં આવી રહ્યા છે ટાર્ગેટ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, X, યુટ્યૂબ, સ્કાઈપ, ગિટહબ, રેડિટ, ગૂગલ, LinkedIn, ક્વોરા, ટમ્બલર જેવા પ્લેટફોર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

આ  પણ  વાંચો  – દુનિયાના પ્રથમ AI બાળકનો થયો જન્મ, જુઓ Video

 

Whatsapp share
facebook twitter