-
College ની વિદ્યાર્થિનીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો
-
શિક્ષણ અને સ્વચ્છાતામાં પોતાની જવાબદારી નથી નિભાવતા
-
વિદ્યાર્થિનીઓએ સત્તાધીશો સામે કાર્યવાહીની માગ કરી
Tamil Nadu’s toilet Viral Video : સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર નાગરિકો અન્યાય સામે પોતાના અવાજ ઉઠાવતા હોય છે. તે ઉપરાંત આ મુહિમ દરેક સામાજિક કે આર્થિક ધોરણે જોડાયેલા લોકો તેમનો સાથ આપતા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચિંતાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયા Tamil Nadu નો છે. આ વીડિયોમાં એક ટોલિઈલેટ જોવા મળી રહ્યું છે. તો વીડિયોને લઈ એક સાઉથ સિનેમા સાથે જોડાયેલા વ્યક્તિએ પણ શેર કર્યો છે.
College ની વિદ્યાર્થિનીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો વિચલિત કરી નાખે તેવો છે. આ વીડિયો Tamil Nadu માં આવેલા Tiruvannamalai ની મહિલા સરકારી Arignar Anna College ના Toilet નો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં Toiletના કમોડમાં અનેક સાપ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ મહિલા સરકારી Arignar Anna College ને લઈ અનેક સવાલો ઉભા થયા છે. તે ઉપરાંત આ ઘટનાને લઈ Arignar Anna College ની વિદ્યાર્થિનીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
In a government college in Tamil Nadu’s Thiruvannamalai, poor sanitation in the bathroom has led to snakes breeding in a filthy commode. Arignar Anna College, where 8,500 students study in two shifts, had complained about the poor sanitation in the bathroom#snake #taminadu… pic.twitter.com/iKePY3Urkm
— Karnataka Portfolio (@karnatakaportf) September 4, 2024
આ પણ વાંચો: Scam કરવામાં આ 22 વર્ષનો યુવક છે હર્ષદ મહેતાનો પણ બાપ
શિક્ષણ અને સ્વચ્છાતામાં પોતાની જવાબદારી નથી નિભાવતા
ત્યારે આ વીડિયોને સાઉથના એક્ટર, મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર જીવી પ્રકાશે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જીવી પ્રકાશે આ વીડિયોને શેર કરતા જણાવ્યું છે કે,સ્વચ્છતાના મુદ્દાઓ પર સાર્વજનિક અને મીડિયાએ કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ. ત્યારે ચાલો મહિલા શિક્ષણ અને સ્વચ્છાતામાં પોતાની જવાબદારી નથી નિભાવતા, તેની વિરુદ્ધ આવાજ ઉઠાવીએ. તે ઉપરાંત આ Arignar Anna College ની વિદ્યાર્થિનીઓ દ્વારા Arignar Anna College ની ખરાબ સ્થિતિનું પણ વર્ણન સ્થાનિક મીડિયા સામે કરવામાં આવ્યું છે.
தங்கள் கடமையை செய்யாதவர்களை “பெண் கல்வி” சுட்டெரிக்கட்டும் …!! pic.twitter.com/3rSu6lqdak
— G.V.Prakash Kumar (@gvprakash) September 4, 2024
વિદ્યાર્થિનીઓએ સત્તાધીશો સામે કાર્યવાહીની માગ કરી
આ Arignar Anna College માં હજારોની સંખ્યામાં વિદ્યાર્થિનીઓ છે. તો બીજી તરફ Arignar Anna College નું જાહેર શૌચાલયની હાલત ખુબ જ ખરાબ છે. શૌચાલયની આસપાસ જીવજંતુઓ ફરી રહ્યા હોય છે. તો બીજી તરફ તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં Toilet ની અંદર આવેલા કમોડમાં એક ડઝન કરતા વધારે સાપ જોવા મળી રહ્યા છે. તો Arignar Anna College ની વિદ્યાર્થિનીઓ સત્તાધીશો સામે કડક કાર્યવાહીની માગ કરી રહી છે.
આ પણ વાંચો: જાણો… આ રીતે કામ કરે છે, Traffic signal પર લગાવવામાં આવેલા કેમેરા