+

પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સહિતના આરોપીઓ સામે SITની તપાસ શરુ 

પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ SIT ની લાંગા સહિત આરોપી સામે તપાસ શરૂ   વ્યાસા સમિતિના રીપોર્ટના આધારે તપાસ શરૂ સમિતિના રીપોર્ટ ના આધારે દસ્તાવેજોની ચકાસણી  મહેસુલ વિભાગ ના…
પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ
SIT ની લાંગા સહિત આરોપી સામે તપાસ શરૂ  
વ્યાસા સમિતિના રીપોર્ટના આધારે તપાસ શરૂ
સમિતિના રીપોર્ટ ના આધારે દસ્તાવેજોની ચકાસણી 
મહેસુલ વિભાગ ના અધિકારીઓ સાથે રાખી તપાસ 
કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. 
ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સહિતના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરપયોગ કરવા સહિતની કલમો હેઠળ સેક્ટર -7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે રચાયેલી SIT ની લાંગા સહિતના આરોપી સામે તપાસ શરૂ કરવામાં આવી છે.  આ મામલે વ્યાસા સમિતિના રીપોર્ટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. અને દસ્તાવેજોની ચકાસણી કરાઇ રહી છે.
જમીનના ખોટા હુકમો કર્યા હતા
એસ.કે.લાંગાએ  એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે અને તેમની સામે આરોપ લગાવાયો છે કે તેમણે આર્થિક ફાયદા માટે પૂર્વ નિયોજીત કાવતરું રચી જમીનના ખોટા હુકમો કર્યા હતા. પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાયા બાદ રચાયેલી  SIT ની લાંગા સહિત આરોપી સામે તપાસ શરૂ  થઇ ગઇ છે અને  વ્યાસા સમિતિના રીપોર્ટના આધારે તપાસ ચાલી રહી છે.  સમિતિના રીપોર્ટના આધારે દસ્તાવેજોની ચકાસણી કરાઇ રહી છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મહેસુલ વિભાગ ના અધિકારીઓ સાથે રાખી તપાસ  કરાઇ રહી છે.
ભ્રષ્ટાચાર આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરજ સમયે ભ્રષ્ટાચાર આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તથા ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ પણ લગાવાયો છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એસ.કે.લાંગાની અપ્રમાણસર પ્રોપર્ટીનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમની એક રાઇસ મિલમાં ભાગીદારીનો આરોપ પણ લગાવાયો છે. આવક કરતા વધુ મિલકત હોવાથી તેમની સામે એસીબી દ્વારા તપાસ કરાવવા કહેવાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter