+

ધર્મશાળા મેચ પહેલા સિરાજ-ઈશાને ગાયુ ‘મેં હૂ ના’ગીત, BCCIએ વિડીયો કર્યો શેર

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી અને ત્રીજી મેચ ધર્મશાલામાં રમાવાની છે. બીજી T20 મેચ શનિવારે અને ત્રીજી રવિવારે રમાશે. સીરિઝની છેલ્લી બે મેચ માટે બંને ટીમો ધર્મશાલા પહોંચી ગઈ છે. BCCIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ભારતીય ટીમની લખનઉથી ધર્મશાલાની યાત્રાનો વિડીયો ટ્વીટ કર્યો છે. વિડીયોમાં મોહમ્મદ સિરાજ-ઈશાન કિશન 'મેં હૂં ના' ગીત ગાઈ રહ્યા છે.55 સેકન્ડના આ વિડીયોની શàª
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી અને ત્રીજી મેચ ધર્મશાલામાં રમાવાની છે. બીજી T20 મેચ શનિવારે અને ત્રીજી રવિવારે રમાશે. સીરિઝની છેલ્લી બે મેચ માટે બંને ટીમો ધર્મશાલા પહોંચી ગઈ છે. BCCIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ભારતીય ટીમની લખનઉથી ધર્મશાલાની યાત્રાનો વિડીયો ટ્વીટ કર્યો છે. વિડીયોમાં મોહમ્મદ સિરાજ-ઈશાન કિશન ‘મેં હૂં ના’ ગીત ગાઈ રહ્યા છે.
55 સેકન્ડના આ વિડીયોની શરૂઆતમાં સિરાજ અને ઈશાન શાહરૂખ ખાનનું ગીત ‘મૈં હૂં ના’ ગાતા જોવા મળે છે. જ્યારે સર જાડેજાને સલામ કરતા જોઈ શકાય છે. વિડીયોમાં કેપ્ટન રોહિત શર્મા અને ચહલ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ શ્રેયસ અય્યર પોતાના બંને કાન બંધ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીને આરામ આપવાના કારણે શ્રેયસને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ T20માં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે 28 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ સિવાય વિડીયોમાં કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અવેશ ખાન, સંજુ સેમસન વગેરે જેવા ખેલાડીઓ જોઈ શકાય છે. આ વિડીયોમાં ધર્મશાલાની સુંદર ખીણો પણ બતાવવામાં આવી છે. વિડીયોમાં તમામ ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળે છે. બીજી તરફ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ફ્લાઇટમાં સૂતા જોવા મળ્યા હતા.
ધર્મશાળામાં વરસાદ બની શકે છે મોટી મુસિબત
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે T20I સીરિઝની બીજી મેચ રમાવાની છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જીહા, ધર્મશાલા સહિત હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં મોડી રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિભાગે મેચના દિવસે એટલે કે શનિવારે સતત વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ભારત vs શ્રીલંકા
બીજી T20 મેચ- 26 ફેબ્રુઆરી, ધર્મશાલા
ટોસ – 6:30 PM
કેપ્ટન- રોહિત શર્મા, દાસુન શનાકા

T20 શ્રેણીનું શેડ્યૂલ
પહેલી T20I: 24 ફેબ્રુઆરી, લખનઉ (ભારત 62 રને જીત્યું)
બીજી T20I મેચ: 26 ફેબ્રુઆરી, ધર્મશાલા
ત્રીજી T20I મેચ: 27 ફેબ્રુઆરી, ધર્મશાલા
બંને ટીમો નીચે મુજબ છે

ભારત: 
રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), શ્રેયસ ઐયર, દીપક હુડા, વેંકટેશ ઐયર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અવેશ ખાન.
શ્રીલંકા : 
દાસુન શનાકા (c), પથુમ નિસનકા, કુસલ મેન્ડિસ, ચારિથ અસલંકા, દિનેશ ચાંદીમલ, દાનુષ્કા ગુણાથિલક, કામિલ મિશરા, જનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમાર, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહેશ દીક્ષાના, જેફરી વેન્ડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ.
Whatsapp share
facebook twitter