Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાટીદારનો મુખ્ય ચહેરો ગણાતા હિમાંશુ પટેલ અને ભાજપના પૂર્વ બૌદ્ધિક સહ-સંયોજક અને વર્તમાનમાં ભાજપના ઉત્તર ગુજરાતના પ્રવક્તા જયેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કૉન્ક્લેવમાં હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, 2004 વાળી આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિત છે. કોંગ્રેસના કાર્યકાલ અને કોંગ્રેસના કાર્યકારો તથા આગેવાનો દ્વારા ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે ન્યાય અને વિકાસ માટેના કામો થતા હોય છે. જોકે ભાજપ સરકાનું દેશમાં રાજ હોવાના કારણે મીડિયા મારફતે તેની મૂખ્ય રીતે નોંધ લેવામાં આવતી નથી. પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં ચોક્કસથી કોંગ્રેસ આવશે. કારણ કે… આ વખતે ઉત્તર ગુજરાતમાં જે રિતે પાટીદાર અને ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસને પરસ્પર સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેના પરથી ચોક્કસ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની અદભૂત યશ જોવા મળશે.
આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે?
ભાજપના નેતાઓ એકબીજા સાથે હળીમળીને રહે છે
ત્યારે ભાજપના સહપ્રવક્તા જયેશ વ્યાસે કહ્યું હતું કે, ભાજપ સરકારએ જમીન સાથે જોડાયેલી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ જામીન પર છે. જેમ કાપડામાં દોરાઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, તેવી રીતે ભાજપના નેતાઓ એકબીજા સાથે હળીમળીને રહે છે. ત્યારે જ કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા નેતા, આગેવાનો અને કાર્યકારો આ વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ક્ષત્રિય આંદોલન પર બલવંતસિંહ રાજપૂતે પહેલીવાર તોડ્યું મૌન