Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMBAJI માં દુકાનો, હોટલો પર વાગ્યા તાળા અને બજાર રહ્યું બંધ,જાણો શું છે કારણ

02:40 PM Jul 24, 2024 | Harsh Bhatt

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ AMBAJI ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.AMBAJI દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. AMBAJI મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે.ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે.અંબાજી શક્તિપીઠ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતા અંબાજી ગામના સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ ગામ બંધ રાખી અને વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખી ઉજાણી કરાઈ હતી.અંબાજી મંદિર સંપૂર્ણપણે ખુલ્લુ રાખવામાં આવ્યું છે.અંબાજી ખાતે તમામ હોટલો ગેસ્ટહાઉસો પણ બંધ જોવા મળી રહી છે,ત્યારે માઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિરની ભોજનશાળા ખુલ્લી જોવા મળી.

AMBAJI માં વરસાદનો અભાવ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક શહેરો અને ગામોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે,ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ AMBAJI ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતા અંબાજીના સ્થાનિક વેપારીઓ ઉજાણી કરીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વરૂણદેવને રીઝવવા માટે જંગલમાં વન ભોજન કરવાનું આયોજન આજે બુધવારે રાખવામાં આવ્યું હતું.

વરુણદેવને રીઝવવા વેપારીથી માંડી બ્રાહ્મણોએ કરી પ્રાથના

બુધવારે વહેલી સવારથી અંબાજીના તમામ વિસ્તારના બજારો દુકાનો બંધ જોવા મળી હતી અને વેપારીઓ પ્રભુને સ્મરણ કરીને મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા ,તો બીજી તરફ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ ભૂદેવો દ્વારા માતાજીના પાઠ પણ કરવામાં આવ્યા હતા.અંબિકેશ્વર મહાદેવ ખાતે મહારાજ દ્વારા ભોળાનાથને સ્મરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Nadiad-કલેક્ટરશ્રીનીઅનુસૂચિત જાતિ પેટા યોજનાની સમીક્ષા બેઠક