Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શશી થરૂર આ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે, તારીખ કરી જાહેર

03:19 AM Apr 29, 2023 | Vipul Pandya

કોંગ્રેસ પ્રમુખ (Congress president) માટેના ઉમેદવારો (candidates)પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) ની નોમિનેશનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે મળતી માહિતી માહિતી મુજબ નોમિનેશનનો મામલો 30 સપ્ટેમ્બરના રોજ સામે આવ્યો છે. ત્યારે એવું પણ કહેવામાં આવ્યું છે કે થરૂર પ્રસ્તાવકર્તાઓ માટે વિવિધ રાજ્યોમાં પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવામાં વ્યસ્ત છે.

પ્રતિનિધિઓ સાથે કરી  રહ્યા  છે સંપર્ક 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ (Congress President post )માટે ચૂંટણી (Election)  માટે 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. શશિ થરૂરે પાંચ સેટમાં ઉમેદવારી પત્રો તૈયાર કર્યા છે. આ માટે તેમને પ્રસ્તાવક તરીકે 50 પ્રતિનિધિઓની જરૂર પડશે. આ માટે તેઓ વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં વ્યસ્ત છે.

17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) નું નામ મુખ્ય રીતે સામે આવી રહ્યું છે. જોગવાઈ મુજબ જો બેથી વધુ ઉમેદવારો હોય તો કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. 19 ઓક્ટોબરે કોંગ્રેસના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.