+

શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે, જાણો વિગત

કોંગ્રેસમાં પરિવર્તનની માંગને સમર્થન આપ્યા બાદ શશિ થરૂરે (Shashi Tharoor)સોનિયા ગાંધી (Sonia Gandhi)સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર હતા. શશિ થરૂર અને સોનિયાની આ મુલાકાત કોંગ્રેસ અધ્યક્ષ(Congress President)ની ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાજેતરમાં જ તેઓએ સંકેત આપ્યા હતા કે તેઓ આ પદ માટે ચૂંટણી લડી શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની થરુરની મુલાકા

કોંગ્રેસમાં પરિવર્તનની માંગને સમર્થન આપ્યા બાદ શશિ થરૂરે (Shashi Tharoor)સોનિયા ગાંધી (Sonia Gandhi)સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર હતા. શશિ થરૂર અને સોનિયાની આ મુલાકાત કોંગ્રેસ અધ્યક્ષ(Congress President)ની ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાજેતરમાં જ તેઓએ સંકેત આપ્યા હતા કે તેઓ આ પદ માટે ચૂંટણી લડી શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની થરુરની મુલાકાતને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. 

તાજેતરમાં કોંગ્રેસના યુવા સભ્યોએ પાર્ટીમાં ફેરફાર માટે ઓનલાઈન પિટિશન આપી હતી. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે ટ્વિટર પર આનું સમર્થન કર્યું છે. ટ્વિટર પર કાર્યકર્તાઓની અરજી શેર કરતા શશિ થરૂરે લખ્યું, હું આ અરજીનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં 650 થી વધુ કામદારોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. હું આને સમર્થન આપવા અને તેને આગળ લઈ જવા માટે ખુશ છું.

વાસ્તવમાં, તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે ટ્વિટર પર પક્ષના યુવા સભ્યોના જૂથ દ્વારા ફેરફારની માંગ કરતી અરજીને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે (Shashi Tharoor)સોમવારે એક ઓનલાઈન પિટિશનનો બચાવ કર્યો હતો જેમાં “પાર્ટીના યુવા સભ્યોએ સુધારાની માંગણી કરી હતી” અને કહ્યું હતું કે અધ્યક્ષ પદ માટેના દરેક ઉમેદવારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જો તેઓ ચૂંટાશે તો “ઉદયપુર નવસંકલ્પ”નું સંપૂર્ણ રીતે પાલન કરશે. 

કોંગ્રેસે ગત મે મહિનામાં ઉદયપુરમાં યોજાયેલા ચિંતન શિબિર બાદ ‘ઉદયપુર નવસંકલ્પ’ બહાર પાડ્યો હતો, જેમાં પાર્ટીના સંગઠનમાં અનેક સુધારા સૂચવવામાં આવ્યા હતા. તેમાં ‘એક વ્યક્તિ, એક પદ’ અને ‘એક પરિવાર, એક ટિકિટ’ની વ્યવસ્થાના મુદ્દાઓ મુખ્ય છે.

કોંગ્રેસ અધ્યક્ષ(Congress President)ની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

 

Whatsapp share
facebook twitter