+

શેર માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 408 પોઇન્ટ તૂટયો

એક દિવસની શાનદાર તેજી બાદ માર્કેટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. આજે  બેન્કિંગ, ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 408.36 પોઈન્ટ એટલે કે 0.73 ટકાના ઘટાડા સાથે 55,517.38 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 81.25 પોઈન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 16,580.15ના સ્àª
એક દિવસની શાનદાર તેજી બાદ માર્કેટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. આજે  બેન્કિંગ, ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 408.36 પોઈન્ટ એટલે કે 0.73 ટકાના ઘટાડા સાથે 55,517.38 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 81.25 પોઈન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 16,580.15ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 13 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તે જ સમયે, 17 શેર લીલા નિશાનમાં બંધ થયા છે. આજે કોટક બેંકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય એચડીએફસી, સન ફાર્મા, રિલાયન્સ, ઇન્ફોસિસ, એસબીઆઈ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એલટી, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ડો રેડ્ડી, ટીસીએસના શેરમાં વેચવાલીનું પ્રભુત્વ છે.
આ ઉપરાંત, NTPC લીલા નિશાનમાં બંધ થતા શેરોની યાદીમાં ટોચ પર છે. આ સિવાય M&M,પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, ટાઇટન, ITC, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, અલ્ટ્રાકેમિકલ, નેસ્લે ઇન્ડિયા, HCL ટેક, HUL, ICICI બેંક અને બજાજ ફિનસર્વ પણ ઘટ્યા છે. 
Whatsapp share
facebook twitter