+

VADODARA : મતદાન વેળાએ ભાજપના કાર્યકરને મળી ધમકી, કહ્યું “ખરાબ હાલત થશે”

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની ચૂંટણીના (LOKSABHA ELECTIOB VOTING) મતદાન સમયે ભાજપના કાર્યકર (BJP WORKER) ને કોંગ્રેસ સાથે સંકળાયેલા શખ્સે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે…

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની ચૂંટણીના (LOKSABHA ELECTIOB VOTING) મતદાન સમયે ભાજપના કાર્યકર (BJP WORKER) ને કોંગ્રેસ સાથે સંકળાયેલા શખ્સે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં બે ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકોનું રીપોર્ટીંગ કરતા

રાવપુરા પોલીસ મથકમાં રાજુભાઇ મોતીભાઇ પટેલ (રહે. પથારી ગેટ, નવલખી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કેટરીંગનું કામ કરીને ગુજરાન ચલાવે છે. સાથે જ તેઓ ભાજપના સક્રિય કાર્યકર છે. 7 – મે ના રોજ લોકસભાની ચૂંટણીને લઇને મતદાન ચાલતું હોવાથી તે બુથના મતદાન માટે જીઇબી ગેટ નવલખી ખાતે ભાજપનું ટેબલ લગાવીને બેઠા હતા. અને મતદાન માટે આવતા લોકોનું રીપોર્ટીંગ કરતા હતા.

ઘરમાં ઘુસીને મારીશ

દરમિયાન 6 વાગ્યાની આસપાસ તેઓ પાણીના જગ પાસે ઉભા હતા. તેવામાં કારમાંથી સન્ની સપકાલ ઉર્ફે હડ્ડી ઉતર્યો હતો. તેઓ તેને સારી રીતે ઓળખેતા હતા. તે પીધેલા જેવો લાગતો હતો, તેણે પાસે આવીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. અને કહ્યું કે, આજ પછી નેતાગીરી કરી તો ઘરમાં ઘુસીને મારીશ. જીવતો નહિ જવા દઉં, તેવી ધમકી આપી હતી, સાથે જ કહ્યું કે, પોલીસ તો મારા ખીસ્સામાં છે.

અહિંયા ટેબલ લગાડવું નહિ

તેમ કહી, તેમને એકબાજુ ખેંચી ગયો હતો. અને ટેબલ પર મુકેલો સામાન ફેંકી દીધો હતો. અને ગળાનું ચેઇન-લોકેટ પણ તોડી નાંખ્યું હતું. ઝપાઝપી બાદ તે જતો રહ્યો હતો. ઘટના સમયે ભાજપ પક્ષના જ નીપાબેન પવાર હાજર હતા. તેમણે બનાવ જોયો હતો. દરમિયાન થોડી વારમાં આ બુથ પર કોંગ્રેસ પક્ષનું ટેબલ રાખનાર હિમાંશુ પરમાર આવ્યો અને બહેનને કહ્યું કે, આવતી ચૂંટણીમાં અહિંયા ટેબલ લગાડવું નહિ. નહિતો આનાથી વધારે ખરાબ હાલત થશે. તેણે બોલાચાલી કરીને ધમકી આપી હતી.

વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે રાવપુરા પોલીસ મથકમાં સન્ની સપકાલ ઉર્ફે હડ્ડી (રહે. નવલખી, પથારી ગેટ, વડોદરા) અને હિમાંશુ પરમાર (રહે. પથારી ગેટ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસને મતદારોની ચિંતા

Whatsapp share
facebook twitter